________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫ ૨૨]
સમાવલીએ મહેલમાં પહોંચીને માતાને પ્રણામ કર્યા, અને કહ્યું: “મા, હું આવી ગઈ છું. ખૂબ શ્રમિત થયેલી છું. એટલે મારા મહેલમાં જઈને વિશ્રામ કરીશ.”
તે પોતાના “દંતવલભિકા મહેલમાં ચાલી ગઈ. તેની સાથે પ્રિયંકરા અને બીજી સખીઓ પણ મહેલમાં ગઈ. કસમાવલીને આજે એકાંત જોઈતું હતું. તેણે સખીઓને કહ્યું: “તમે સહુ પોત-પોતાના સ્થાને જાઓ... હું વિશ્રામ કરીશ.”
સખીઓ ચાલી ગઈ. ત્યાં તો મેના-પોપટે કલરવ કરવા માંડ્યો. કારણ કે તે બહારથી આવીને સીધી મેના-પોપટના પાંજરા પાસે જતી હતી. તેમને પંપાળતી હતી, રમાડતી હતી... વાતો કરતી હતી. આજે એણે એમના તરફ દૃષ્ટિ પણ નાંખી ન હતી. આજે તેને મેના-પોપટનો કલરવ ન ગમ્યો... તેણે કહ્યું : “આજે હું તમારી પાસે નહીં આવું. મીન રહેજો. હું આરામ કરીશ.'
તે ઊના-ઊના નિસાસા મૂકવા લાગી. સિંહકુમારની કલ્પનામાં તે ડૂબી ગઈ હતી. કુમારના જ વિચારો... અને કુમારની જ કલ્પનાઓ!
પરિચારિકાએ આવીને કહ્યું : “માતાજી આપને ભોજન માટે બોલાવે છે.” “મને ભૂખ નથી, મારે ભોજન કરવું નથી, માતાજીને કહેજે.” પરિચારિકા સામે જોયા વિના...છત સામે અનિમેષ નયને જોતી કુમારીએ જવાબ આપ્યો. પરિચારિકા ચાલી ગઈ.
કુસુમાવલીએ ભોજન ના કર્યું. સ્નાન ન કર્યું, વસ્ત્રપરિવર્તન ન કર્યું. તેના મહેલના પરિસરમાં આવેલા સરોવરમાં તરતા કલહંસો પાસે પણ ના ગઈ. વીણા પણ ખૂણામાં જ પડી રહી. એને પ્રિય ચિત્રકામ પ્રત્યે પણ ઉદાસીન થઈ ગઈ.
પલંગમાં પડખાં બદલ્યા કરે છે. પાણી વિનાની માછલીની જેમ એ તરફડે છે. એને ચેન પડતું નથી. એના ચિત્તમાં વિચારોની વણઝાર ચાલી રહી છે.
જેવી રીતે કુમારને મળ્યા પછી મને ચેન પડતું નથી... એના સંયોગના જ વિચારો મને આવ્યા કરે છે, તે રીતે કુમારને પણ મારા જ વિચારો આવતા હશે? શું એનું મન મને ચાહતું હશે? જો કે લતામંડપમાં એણે જ ઉગારો પ્રગટ કર્યા હતા.... તે તો મારા પ્રત્યેનો સ્નેહ સૂચવતા હતા.
પરંતુ મોટા રાજાનો એ કુમાર છે! શું બીજી કોઈ રાજકન્યા સાથે એના વિવાહ શ્રી સમરાદિત્ય મહાકથા
૧૮૭
For Private And Personal Use Only