________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહેલમાં પુત્રીનો જન્મ થયો હતો. તેનું નામ “કુસુમાવલી' રાખવામાં આવ્યું હતું.
કુસુમાવલીને પંડિતો પાસે ૬૪ કળાઓનું શિક્ષણ આપવામાં આવ્યું હતું. સહજ રીતે તેનામાં અનેક ગુણનો આવિર્ભાવ થયો હતો.
બંને રાજ-પરિવારોના આટલા નિકટના સંબંધ હોવા છતાં સિંહકુમારે કુસુમાવલીને જોઈ ન હતી, કામાવલીએ સિંહકુમારને જોયો ન હતો!
મહાવિદેહ ક્ષેત્રની અને એમાંય રાજપરિવારોની વિશિષ્ટ કુલપરંપરાઓ નિશ્ચિત હોય છે. જ્યાં સુધી કુમાર-કુમારિકાઓ યૌવનમાં ન પ્રવેશે ત્યાં સુધી પરસ્પર મળવાનું નહીં, વાતો કરવાની નહીં... એમનો વિકાસ, પોત-પોતાના મહેલની દિવાલો વચ્ચે થતો હશે. ભણવાનું, રમવાનું... દોડવાનું, કલાઓનું પ્રદર્શન કરવાનું.. તરવાનું અને વૃક્ષો પર ચઢવાનું. બધું જ વિશાળ મહેલોના વિશાળ પરિસરમાં થતું હશે.
એ સિવાય, સિંહકુમારે પોતાના મામાની પુત્રીને ન જોઈ હોય, અને કસમાવલીએ પોતાની ફોઈના પુત્રને ના જોયો હોય, એમ કેમ બને?
અને એક બીજી વાત : મહાવિદેહ ક્ષેત્રમાં, આ રીતે મામા-ફોઈના સંતાનોમાં પરસ્પર લગ્ન-વિવાહ પણ થતો હશે. એવી સામાજિક વ્યવસ્થા હશે. એ સિવાય, કુસુમાવલી, સિંહકુમાર પ્રત્યે અનુરાગી બને અને સિંહકુમાર કુસુમાવલી પ્રત્યે અનુરાગી બને - એ કેમ બની શકે? તેમનાં દાસ-દાસીઓ, આ બે વચ્ચે “રતિ-કામદેવ' ના સંબંધની ઇચ્છા જ કેમ કરી શકે?
એ તો હકીકત બની ગઈ હતી કે કુસુમાવલીના હૃદયમાં સિંહકુમાર વસી ગયો હતો. પહેલી જ મુલાકાતમાં, એ કુમારના પ્રેમમાં પડી ગઈ હતી. કુમારની પણ એ જ સ્થિતિ હતી.
એક રોક
૧૮૬
ભાગ-૧ છે ભવ બીજો
For Private And Personal Use Only