________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
* સ્ત્રી-પુરુષો રાજમાર્ગો પર આવીને, હર્ષોન્મત્ત થઈને નૃત્ય કરવાં લાગ્યાં. આ બધું એક મહિના સુધી ચાલ્યું.
દાન દેવાયાં, ઉત્સવ ઊજવાયા અને રાજમહેલમાં ભેટ-સોગાતોના ઢગલા થયા.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
• રાજકુમારનું નામ પાડવામાં આવ્યું સિંહકુમાર.
* આ સિંહકુમાર એટલે રાજા ગુણસેનનો જ આત્મા! દેવલોકનું એનું આયુષ્ય પૂર્ણ થતાં, એ રાણી શ્રીકાન્તાના ઉદરમાં અવતર્યો હતો.
* રૂપ અનુપમ હતું. કાન્તિ અદ્ભુત હતી.
* આકર્ષણ પાર વિનાનું હતું.
* બુદ્ધિ નિર્મળ હતી અને પ્રખર હતી.
જેમ જેમ સિંહકુમાર મોટો થતો ગયો તેમ-તેમ તે શાસ્ત્રકળામાં અને શસ્ત્રકળામાં નિપુણતા પ્રાપ્ત કરતો રહ્યો.
તે યૌવન-વયમાં પ્રવેશ્યો, પરંતુ તેનામાં યૌવન-સહજ ઔદ્વત્ય નહોતું. વિનયવિવેક અને મર્યાદાપાલન તેનામાં સહજ રીતે વિકસ્યાં હતાં.
તેને સારાં મિત્રો મળ્યાં હતાં.
તેને સારાં સ્વજનો મળ્યાં હતાં.
તેને બધું જ શુભ અને સુંદર મળ્યું હતું.
પૂર્વજન્મમાં-ગુણસેન રાજાના જન્મમાં-એણે કરેલા ભવ્ય ધર્મપુરુષાર્થનું આ ફળ હતું. બધું જ એને શુભ મળ્યું, બધું જ એને સુંદર અને શ્રેષ્ઠ મળ્યું.
રાણી શ્રીકાન્તાના ભાઈનું નામ લક્ષ્મીકાન્ત હતું. તે પણ રાજકુમાર હતો, પરંતુ માતા-પિતાના મૃત્યુ પછી, શ્રીકાન્તા પોતાના પ્રિય ભ્રાતાને જયપુર લઈ આવી હતી. લક્ષ્મીકાન્ત ગુણવાન અને પરાક્રમી હતો. જ્યારે તે યૌવનમાં આવ્યો ત્યારે રાજા પુરુષદત્તે અને રાણી શ્રીકાન્તાએ, મુક્તાવલી નામની રાજકુમારી સાથે એનાં લગ્ન કર્યાં અને એને ‘મહાસામંત’ની પદવી આપી. નગરની પશ્ચિમ દિશામાં લક્ષ્મીકાંતને એક ભવ્ય રાજમહેલ બંધાવીને આપ્યો.
રાજા લક્ષ્મીકાન્ત, મહારાજા પુરુષદત્તને પૂર્ણ વફાદાર હતો. પુરુષદત્ત, લક્ષ્મીકાન્તને પોતાના મિત્રની જેમ રાખતા હતા. બંને વચ્ચે સ્નેહનો ગાઢ સંબંધ હતો.
જેવી રીતે પુરુષદત્તના મહેલમાં પુત્રનો જન્મ થયો હતો. તેવી રીતે લક્ષ્મીકાન્તના
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
૧૪૫