________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજાએ સ્વપ્નનો ફલાદેશ કર્યો : “દેવી, તમે સિંહ જેવા પરાક્રમી પુત્રને જન્મ આપશો. તમે હવે “માતા” બનશો!'
હર્ષથી રોમાંચિત થઈ ગયેલી રાણી બોલી - અને, આપ પિતા બનશો! સ્વામીનાથ, પરમાત્માની કૃપાથી આપણો મનોરથ હવે ફળશે...
રાણી શ્રીકાન્તા ગર્ભવતી બની હતી. દિનપ્રતિદિન એના વિચારોમાં, એની ભાવનાઓમાં અને મનોરથોમાં પરિવર્તન આવી રહ્યું હતું. એ પોતાના બધા જ મનોરથ રાજાને કહેતી હતી : જ હું સર્વે જીવોને અભયદાન આપું.
હું દીન-હીન અને અનાથ જીવોને સંપત્તિનું દાન આપું. આ સાધુજનોને સંયમોપયોગી આહાર-પાણી, વગેરેનું દાન આપું.
સર્વે જિનમંદિરમાં પૂજાઓ રચાવું! આવા-આવા અનેક મનોરથ રાણીના મનમાં ઊગતા હતા અને રાજા એના મનોરથ પૂર્ણ કરતો હતો. શુભ મનોરથ જાગવાનું કારણ રાણીના ઉદરમાં આવેલો ઉત્તમ કોટિનો જીવ હતો. ઉત્તમ આત્માઓની બધી અવસ્થાઓ પરોપકાર માટે બનતી હોય છે. ગર્ભમાં રહેલો હોવા છતાં એ જીવ, રાણીના ચિત્તને શભ, સુંદર અને પ્રશસ્ત બનાવે છે, નવ મહિના અને સાડા સાત દિવસ પૂર્ણ થયા. પ્રશસ્ત તિથિ, કરણ, મુહૂર્ત અને શુભ યોગ ભેગાં મળ્યાં. રાણીએ સુંદર પુત્રને જન્મ આપ્યો.
શુભંકરિકા' નામની દાસીએ તરત જ રાજાની પાસે જઈને પુત્રજન્મની વધામણી આપી. રાજાએ દાસીને પ્રીતિ-દાન આપીને એને પ્રસન્ન કરી દીધી.
સમગ્ર નગરમાં રાજકુમારના જન્મની જાહેરાત થઈ, નગરમાં આનંદ-આનંદ ફેલાઈ ગયો.
નગરજનોએ રાજમાર્ગોને શણગાર્યા.
રાજમાર્ગો ઉપર સુગંધી જલનો છંટકાવ કર્યો, અનેક જાતનાં પુષ્પો પાથર્યા, તોરણો બાંધ્યાં.
એક-એક ઘર અને એક-એક દુકાનને સજાવી. ઠેર ઠેર વાજિંત્રો વાગવા લાગ્યાં.
૧૮૪
ભાગ-૧
ભવ પહેલો
For Private And Personal Use Only