________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે કુસુમાવલી.’
કુસુમાવલીનાં અંગે અંગે રોમાંચ થઈ ગયો હતો. હર્ષથી તેનું હૈયું ઊછળી રહ્યું હતું. પણ હર્ષને તે વ્યક્ત કરી શકે એમ ન હતી. રાજકૂળની મર્યાદાઓનાં બંધન હતાં. તેણે પ્રિયંકરા સામે જોયું. પણ પ્રિયંકરા રાજકુમારની સાથે વાતો ક૨વામાં લીન હતી.
એટલામાં એક આધેડ વયનો પુરુષ લતામંડપની બહાર આવીને ઊભો. તેણે લતામંડપની અંદરનું દૃશ્ય જોયું. તીરછી નજરે કુસુમાવલી કુમારને જોઈ રહી હતી... આગંતુક પુરુષને હર્ષ થયો... તેણે વિચાર્યું : ‘જો ભાગ્ય અનુકૂળ બને. તો રિત માટે કામદેવ આવી ગયો છે.'
તે પુરુષ, રાજા લક્ષ્મીકાન્તના રાણીવાસનો સેવક હતો. રાણી મુક્તાવલીએ તેને મોકલ્યો હતો. તેણે લતામંડપમાં પ્રવેશ કરી રાજકુમારનું અભિવાદન કર્યું, અને કુસુમાવીને કહ્યું : ‘વત્સે, દેવી મુક્તાવલીએ કહેવરાવ્યું છે કે : કુસુમાવલી બહુ ક્રીડા કરીને થાકી ગઈ હશે... માટે હવે જલદી મહેલમાં આવી જાય.'
કુસુમાવલીએ કહ્યું : ‘જેવી માતાની આજ્ઞા!' તે ઊભી થઈ. તેણે કુમાર સામે જોયું,,, બંનેની દૃષ્ટિ મળી... જાણે કે હૃદય મળ્યાં.
પ્રિયંકરાની સાથે તે ઝડપથી ઉદ્યાનની બહાર નીકળી, રથમાં બેસીને રાજમહેલમાં પહોંચી.
જંબૂઢીપના, પશ્ચિમ વિભાગના મહાવિદેહ ક્ષેત્રની આ વાત છે. અસંખ્ય વર્ષો વીતી ગયાં. કાળપરિવર્તન સાથે બધું જ વહી ગયું... માત્ર વાર્તા શેષ રહી ગઈ છે. ‘જયપુર’ નામનું નગર હતું.
રાજાનું નામ પુરુષદત્ત હતું, રાણીનું નામ શ્રીકાન્તા હતું. રાજા પુરુષદત્તમાં રૂપ, કલા અને પરાક્રમનો ત્રિવેણી સંગમ હતો. રાણી શ્રીકાન્તા, ગુણવતી શીલવતી અને નમ્રતાની મૂર્તિ હતી.
એક સમયની વાત છે.
રાણી શ્રીકાન્તા સુખશૈયામાં સૂતેલી હતી. એને એક સ્વપ્ન આવ્યું : ‘સિંહનું સુંદર બચ્ચું રાણીના મુખમાં પ્રવેશ કરે છે ને ઉદરમાં ઊતરી જાય છે!'
રાણી જાગી ગઈ, પરમાત્માનું નામ-સ્મરણ કર્યું અને તે રાજા પુરુષદત્તના શયનગૃહમાં પહોંચી ગઈ. રાજાને પોતાના સ્વપ્નની વાત કરી. રાજાએ એકાગ્રતાથી રાણીના સ્વપ્નની વાત સાંભળી,
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૮૩