________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
|| ENT
માને મહારાજા ચંડશાસન સામે ઊભો કરી દેવામાં આવ્યો. મને કોઈ ભય ન હતો. હું નિશ્ચિતપણે ઊભો રહ્યો. મહારાજા ચંડશાસન મને ઓળખતા હતા. મારા પિતાજીની સાથે હું અનેકવાર મહારાજા પાસે આવેલો હતો. મારી નીતિપરાયણતાથી તેઓ સંતુષ્ટ હતા.
મહારાજા પ્રેમભરી દૃષ્ટિથી મને જોઈ રહ્યા. જાણે કે વિચારતા હોય - “આ યુવાન ચોરીનું પાપ કરે જ નહીં..” પછી મને કહ્યું :
ચક્રદેવ, હું જાણું છું કે તું કેવું સારું જીવન જીવે છે. તારી નીતિપરાયણતાનો હું પ્રશંસક છું. તું પરલોકના માર્ગનો જ્ઞાતા છે. ધર્મને સર્વસ્વ માનનારો છે. હું નથી માનતો કે તું ચોરી કરે. ચોરીના પાપનું પરિણામ આ ભવમાં શું આવે અને પરલોકમાં શું આવે, તે તે સારી રીતે જાણે છે. માટે આ ઘટનામાં શું રહસ્ય છુપાયેલું છે તે મને કહી દે...'
મહારાજાનો મારા પરનો વિશ્વાસ. એમનું અપાર વાત્સલ્ય અને અગાધ નેહ. જાણી હું ત્યાં રડી પડ્યો. મારી આંખોમાંથી અશ્રુધારી વહેવા લાગી. હું વિચારવા લાગ્યો : “શું કરું? જો રહસ્ય બતાવી દઉં તો મિત્રનું મોત થાય અને રહસ્ય ન બતાવું તો મહારાજાનો વિશ્વાસ ભંગ થાય છે. તેમને મારા વિષયમાં ખૂબ દુઃખ થશે..” હું કંઈ બોલી ના શક્યો. જાણે કે મારી વાણી જ હરાઈ ગઈ.
મહારાજાએ વિચાર્યું : આ યુવક મારા નગરના શ્રેષ્ઠી અપ્રતિહત પુત્ર છે.. મારો એમની સાથે અંગત સંબંધ છે. મારે એમની પ્રતિષ્ઠાને ક્ષતિ ના પહોંચે એ રીતે આને સજા કરવી જોઈએ.' મહારાજાએ ના મને ધમકાવ્યો. ના મને ડરાવ્યો.. કે ના મારું અપમાન કર્યું. તેમણે પોતાના સ્વભાવને સમતોલ રાખ્યો. વિવેકથી કામ કર્યું. મુખ્યાધિકારીને પાસે બોલાવી આજ્ઞા કરી : “હું ચક્રદેવને દેશનિકાલની સજા કરું છું, પરંતુ તમે એને નગરની બહાર નગર-દેવતાના ઉપવન સુધી મૂકીને પાછા વળી જજો. એની સાથે સજ્જનતાથી વ્યવહાર કરજો. એના હાથમાં બેડીઓ ના પહેરાવશો.. અને એને મૂકવા જવા માટે તમે એકલા જ જજો.”
મુખ્યાધિકારીની આંખો ભીની થઈ ગઈ. તેમણે મારો હાથ પકડ્યો અને મને ટૂંકા રસ્તેથી નગરદેવતાના ઉપવનમાં લઈ આવ્યા. તેઓ કંઈ ના બોલ્યા. મેં બે હાથ જોડી એમનું અભિવાદન કર્યું. તેમણે પણ મારું અભિવાદન કર્યું : ને કહ્યું : “શ્રેષ્ઠીકુમાર બોલતાં જીભ ઊપડતી નથી. પરંતુ રાજસેવક છું એટલે મહારાજાની આજ્ઞા સંભળાવવી પડે છે. મહારાજાએ તમને દેશનિકાલની સજા કરી છે...” ૨૩૨
ભાગ-૧ ૬ ભવ બીજો
For Private And Personal Use Only