________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુખ્યાઅધિકારી ચાલ્યા ગયા.
ઉપવનમાં એક ઘટાદાર વૃક્ષની નીચે જઈને એક પથ્થર પર હું બેઠો. મારું માથું ભમવા લાગ્યું. મને મારાં માતા-પિતા યાદ આવવા લાગ્યાં. આ સમગ્ર ઘટનામાં મારા પિતાજી મૌન રહ્યા હતા, અલિપ્ત રહ્યા હતા. તેમનો મારા ઉપરનો વિશ્વાસ અખંડ હતો. ચંદન શ્રેષ્ઠીનો ચોરાયેલો માલ અમારી હવેલીમાંથી નીકળ્યો હતો... છતાં તેમનો વિશ્વાસ ડગ્યો ન હતો. અનેક સારા-નરસા અનુભવોમાંથી પસાર થયેલા મારા પિતાજી બધી જ સંભાવનાઓની કલ્પના કરી શકતા હતા. ‘મારા પુત્રે ચોરી ના કરી હોય છતાં ઘરમાંથી ચોરીનો માલ નીકળી શકે!' ‘મારો પુત્ર મોતને પસંદ કરે પણ ચોરીને પસંદ ના કરે!' આ એમનો વિશ્વાસ હતો. તેઓ માનતા હતા કે છેવટે સત્યનો જ વિજય થવાનો છે... અત્યારે ભલે ચક્રદેવ કસોટીમાંથી પસાર થાય ... ભલે એ કષ્ટોનો અનુભવ કરે!'
મારી માતા ખૂબ જ લાગણીશીલ હતી. તેણે ઘણો કલ્પાંત કર્યો હતો. છતાં ‘મારો પુત્ર ચોરી ના જ કરે... જરૂર એને કોઈએ કપટ-જાળમાં સપડાવ્યો છે... હે ક્ષેત્ર દેવતાઓ, કે કુળદેવતાઓ, તમે એની રક્ષા કરજો...!' એણે મારા પિતાજીને પણ ઠપકો ના આપ્યો કે : ‘તમે કેમ મૌન બેઠા છો? કેમ જ્ઞાતા અને દ્રષ્ટા બન્યા છો? આપણા પુત્રને ‘ચોર’ માનીને રાજસભામાં લઈ ગયા. એને મહારાજા સજા ક૨શે... શું થશે મારા લાલનું?'
કંઈ જ નહીં... કોઈ ફરિયાદ નહીં.
મારા પિતાજીનાં અનુભવ-વચનો મને યાદ આવવા લાગ્યાં : ક્યારેક મનુષ્યને જે વાત ન્યાયી લાગે, તે વાત ન્યાયાધીશને અન્યાયી લાગે. ક્યારેક જે વાત ન્યાયાધીશને ન્યાયયુક્ત લાગે તે વાત દેવોને અન્યાયી લાગે...! આવું મેં જોયું છે, અનુભવ્યું છે... માટે માણસે દૈવી શક્તિ પર ભરોસો રાખવો જોઈએ...'
મારા મનમાં વિકલ્પ ઊઠ્યો : ‘મેં મિત્ર રક્ષાનું કાર્ય પૂર્ણ કર્યું છે. અલબત્ત, હવે મને લાગે છે કે ચોરી એણે જ કરી છે... પણ પકડાઈ જવાના ભયથી એણે વહેલી સવારે આવીને ચોરીનો માલ છુપાવી રાખવા મને આપ્યો... ખેર, એણે ચોરીનું પાપ નહોતું કરવું જોઈતું... એણે ચોરી કરીને પોતાના આત્માનું અહિત જ કર્યું છે... તે છતાં મેં તો મારું કર્તવ્ય બજાવ્યું જ છે. એ બચી ગયો છે... બસ, હવે મારે આવા મોટા કલંક સાથે જીવવાનો કોઈ અર્થ નથી... મારા ઘરમાં, પ્રજામાં અને રાજમહેલમાં.. સર્વત્ર મારી અપકીર્તિ થઈ ગઈ છે... હું કોઈને ય મારું મોઢું બતાવવા લાયક રહ્યો નથી. મારે આત્મહત્યા કરીને જીવનનો અંત લાવી દેવો જોઈએ.’
હું શૂન્યમનસ્ક બની ગયો, મરવાનો પાકો વિચાર કરી લીધો. નગ૨દેવતાના મંદિરમાં ગયો. ભાવપૂર્વક મેં નગરદેવતાને પ્રાર્થના કરી. હે નગરદેવતા, હું પરમાત્માની સાક્ષીએ કહું છું કે મેં ચોરી કરી નથી... મારા મિત્ર યજ્ઞદત્તની રક્ષા કરવા માટે, એને શ્રી સમરાદિત્ય મહાકા
233
For Private And Personal Use Only