________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોતની સજામાંથી બચાવવા માટે, ચોરીનો આરોપ મૌનપણે સ્વીકારી લીધો છે... હે નગરદેવતા, જો ઉચિત લાગે તો આ રહસ્ય તમે માતા-પિતાને કહેજો, જેથી એમને લાગે કે અમારો પુત્ર કુલાંગાર નહોતો પાક્યો..” હું રડી પડ્યો. નગરદેવતાની મૂર્તિનાં ચરણોમાં આંસુઓનું ખાબોચિયું ભરાઈ ગયું...
ઊભો થઈને હું મંદિરની પાસેના વડના વૃક્ષ નીચે ગયો. મારા ખભે મારો ખેસ હતો. વડની બે ડાળો સાથે ખેસને બાંધીને, ગળામાં એનો ફાંસો નાંખીને આપઘાત કરવાનો મેં વિચાર કર્યો... અને ઝાડ ઉપર ચઢવા લાગ્યો.
૦ ૦ ૦ નગરદેવતાએ મારી પ્રાર્થના સાંભળી! નગરરક્ષક દેવ જાગતા હતા. તેમણે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. જ્ઞાનના પ્રકાશમાં તેમણે
ચંદન શ્રેષ્ઠીની હવેલીમાં ચોરી કરવા પ્રવેશતા યજ્ઞદત્તને જોયો. જ ચોરીનો માલ કોથળામાં ભરતો જોયો..
કોથળા સાથે મારી હવેલીમાં પ્રવેશતા જોયો.. * મારી સાથેનો વાર્તાલાપ જાણ્યો...
છે તે પછી યજ્ઞદત્તને રાજાની પાસે જઈને, મારા ઉપર ચોરીનો આરોપ મૂકતા જાણ્યો... અને તે પછીની એક-એક ઘટના એમણે “અવધિજ્ઞાન' (ારા જાણીને જોઈ...
તરત જ તેમણે રાજમાતાના શરીરમાં પ્રવેશ કર્યો.
રાજમાતાએ ગર્જના કરી : “ક્યાં છે ચંડશાસન? જલદી અહીં આવ...' રાજમાતા જમીન પર ઊછળવા લાગ્યાં. તેમના મુખ ઉપર રોષ... રીસ અને ચિંતાના મિશ્ર ભાવો આવી ગયા.
મહારાજા દોડતા આવ્યા. મહારાણી અને સમગ્ર રાજપરિવાર હાંફળો-ફાંફળો થઈ ગયો. “રાજમાતાને શું થઈ ગયું?' બધા ગભરાઈ ગયા. મહારાજાએ રાજમાતાને પૂછ્યું : “શું થયું માતાજી?' મને કેમ બોલાવ્યો?’
રાજમાતાએ ત્રાડ પાડી : “રાજા, હું નગરદેવતા તને કહેવા આવ્યો છું કે ચક્રદેવ સાવ નિર્દોષ છે. મેં એને સજા કરી? બહુ મોટી ભૂલ કરી છે. ચોરી એણે નથી કરી, પેલા દુષ્ટ પુરોહિતપુત્ર યજ્ઞદત્ત કરી છે. યજ્ઞદત્ત, ઇર્ષ્યા અને દ્વેષથી એના મિત્ર ચક્રદેવને ફસાવ્યો છે... પણ, પહેલું કામ તું ચકદેવને બચાવવાનું કર. એ પવિત્ર છોકરો... મારા મંદિરની પાસેના વડના વૃક્ષ પર ચઢી ગળે ફાંસો નાંખી મરવાનો પ્રયત્ન કરે છે... ઉતાવળ કર..”
રાજાની એક આંખમાંથી અંગારા વરસવા લાગ્યા, બીજી આંખમાં નેહની સરવાણી ફુટી. ૨૩૪
ભાગ-૧ * ભવ બીજી
For Private And Personal Use Only