________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેમણે સેનાપતિને આજ્ઞા કરી : દુષ્ટ યજ્ઞદત્તને પકડી રાજસભામાં મારી સમક્ષ ઉપસ્થિત કરો. અને ત્યાં આવેલા મહામંત્રીને કહ્યું : “હું અત્યારે જ હાથણી પર બેસી નગરદેવતાના ઉપવનમાં જાઉં છું. આપઘાત કરવા તૈયાર થયેલા શ્રેષ્ઠીપુત્રને બચાવી લઉં છું... તમે પણ સહુ અશ્વો પર બેસી શીઘ્ર ઉપવનમાં આવો...'
મહારાજાએ હાથણીને ભગાવી. અલ્પ સમયમાં જ તેઓ ઉપવનમાં વડના વૃક્ષ ગ્નીચે આવી ગયા. મેં મારા ગળામાં ખેસનો ફંદો નાંખી દીધો હતો... મહારાજાએ ઝટ કમરેથી કટારી કાઢીને ખેસને કાપી નાખ્યો... અને બે હાથે મને ઊંચકી લીધો. મારા માથે વારંવાર ચુંબન કરતા, આંખોમાંથી આંસુ વહાવતા મહારાજાએ મને તેમની છાતી સાથે ભીંસી દીધો.. ગદ્ગદ સ્વરે તેઓ બોલ્યા : “વત્સ, તું આ શું કરતો હતો? જો તેં આવું કર્યું હોત તો... હું અપ્રતિહત શ્રેષ્ઠીને મારું મોં દેખાડવા લાયક ન રહેત... પરંતુ હું જાણું છું કે સજ્જન પુરુષો અપકીર્તિ કરતાં મૃત્યુને વધારે પસંદ કરે છે...
વા, આ નગરદેવીનો ઉપકાર માનજે.... હું પણ નગરદેવીનો અત્યંત ઋણી છું... તેઓએ રાજમાતાના શરીરમાં પ્રવેશ કરી. તાબડતોબ મને સર્વ હકીકત જણાવી... તેં તો મને સાચી વાત ન જ કહીને? અમને ભગવતી નગરદેવીએ બધું જ કહ્યું છે. સાચો અપરાધી દુષ્ટ યજ્ઞદત્ત છે. વત્સ, અજાણપણે અમે તને જે રંજાડ્યો છે. તેની તું અમને ક્ષમા આપજે.
મેં મહારાજાના મોઢા પર હાથ મૂકીને કહ્યું : “ના, ના, મહારાજા આવું ના બોલો. આપ પિતાતુલ્ય છો.પ્રજાનું રક્ષણ કરવું એ રાજધર્મ છે. આપને જે પુરાવાઓ મળ્યા, તેના આધારે આપે મને સજા કરી, એ ઉચિત જ હતું...”
મારા મનમાં હવે યજ્ઞદત્તની ચિંતા પેઠી. “બિચારો યજ્ઞદત્ત ખરેખર, સંકટમાં આવી પડ્યો.... એને મારે બચાવવો જોઈએ.’ મેં મહારાજાને કહ્યું : “મહારાજા, યજ્ઞદત્ત આવું પાપાચરણ કરે એવો નથી... એની બરાબર તપાસ કરાવજો!'
મહારાજાએ મારો એક હાથ પકડીને કહ્યું : “આ ચક્રદેવ નથી બોલતો, યજ્ઞદત્તનો મિત્ર બોલે છે! તારો એ મિત્ર કેવો દુષ્ટ છે? કેવો કપટી છે.? તારા જેવા સરળ,... ગુણિયલ અને ઉચ્ચકુળના યુવાન સાથે એણે કપટ કર્યું... તને ફસાવ્યો... તને દંડાવ્યો... દેશનિકાલની સજા કરાવી . એ પાપીને તો હવે હું એવી સજા કરીશ... કે સાત ભવ સુધી યાદ કરશે...
આ તો ભગવતી નગરદેવીએ બધો ઘટસ્ફોટ કર્યો. એટલા માટે અનર્થ થતો બચી ગયો..”
મહારાજાએ મને પોતાની સાથે હાથણી ઉપર બેસાડ્યો અને સન્માનપૂર્વક રાજમહેલમાં લઈ આવ્યા. હજુ અમે મહેલમાં પ્રવેશતા જ હતા, ત્યાં કોટવાલ યજ્ઞદત્તને મુશ્કેટોટ બાંધીને લઈ આવ્યો. શ્રી સમરાદિત્ય મહાકથા
૨૩૫
For Private And Personal Use Only