________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેને આ ઉપાય બરાબર લાગ્યો. તેનું કરમાઈ ગયેલું હૃદયનું ફૂલ ખીલી ઊંડ્યું. તે એકલી એકલી એના ખંડમાં નાચવા લાગી. “મારી પ્રબળ ઇચ્છા કાલે જરૂર ફળીભૂત થશે. કાલે હું મારું સ્ત્રીચરિત્ર એવું ભજવીશ કે સો સાધુઓમાંથી એકને પણ ખ્યાલ નહીં આવે કે હું કપટ કરી રહું છું... માત્ર અભિનય કરી રહી છું... હર્ષના ઉન્માદમાં એ રાતભર જાગતી રહી.
સવારે ઊઠીને જાલિની એના કામે લાગી ગઈ. એણે કેસર-ઇલાયચી નાંખીને કંસાર બનાવ્યો. ભિન્નભિન્ન પ્રકારનાં વ્યંજન બનાવ્યાં. સૂપ અને ઓદન બનાવ્યા, કંસારમાં ભરપૂર ઘી નાંખ્યું. બધા થાળ તૈયાર કર્યા. એક મોટા ભાજનમાં કંસાર ભર્યો. દાસ-દાસીઓ પાસે બધી ભોજનસામગ્રી ઉપડાવી...જાલિની મેઘવન ઉદ્યાનમાં પહોંચી. પહેલો પ્રહર પૂરો થવાની તૈયારીમાં હતો. સાધુઓ સૂત્ર સ્વાધ્યાયમાં નિમગ્ન હતા. શિખીકુમાર, નગરમાં જવાની તૈયારીમાં હતા. ત્યાં જાલિનીએ ઉદ્યાનમાં પ્રવેશ કર્યો. એક ઘટાદાર વૃક્ષની નીચે બધી ભોજનસામગ્રી મુકાવી દીધી, દાસ-દાસીઓને ત્યાં બેસાડીને, જાલિની શિખીકુમાર પાસે આવી, શિખીકુમાર આસન પરથી ઊભા થઈ ગયા, અને આશ્ચર્યથી બોલ્યા :
“અરે માતાજી, તમે અહીં આવ્યાં? શા માટે? હું જ ત્યાં આવતો હતો...” “વત્સ, તું આવીને શું કરીશ? મારા ઘરેથી તું ભિક્ષા લેવાની ના પાડે છે, આહાર કરવાની ના પાડે છે, ઘરમાં રાતવાસો કરવાની ના પાડે છે... બસ, મને ઉપદેશ આપીને પાછો અહીં ઉદ્યાનમાં આવી જાય છે. એટલે આજે તો હું અહીં જ ભોજનસામગ્રી લઈને આવી છું...”
અરે માતા, આ તમે શું કર્યું? ખરેખર, અનુચિત કર્યું છે. આ રીતે સામે ભોજન લવાય નહીં...' “વત્સ, આજે તો જાતે જ તમને ભોજન કરાવીને મારે પુણ્ય પ્રાપ્ત કરવું છે.”
હે માતા, આ રીતે સાધુ માટે તૈયાર કરેલું અને સામે લાવેલું ભોજન સાધુ ગ્રહણ ના કરે, જો કરે તો એ અનાચાર કહેવાય. જૈનમતના સાધુઓની ભિક્ષાપદ્ધતિમાં ઘણા નિયમોનું પાલન કરવું પડે છે. દોષ વિનાની ભિક્ષા જ અમે ગ્રહણ કરીએ છીએ. દોષિત ભિક્ષા ગ્રહણ કરીએ તો અમને પ્રાયશ્ચિત્ત કરવું પડે.”
હે વત્સ, જો તું ભોજન ગ્રહણ નહીં કરે તો કોઈપણ પ્રકારે મારા મનને શાંતિ નહીં થાય. વલ્સ, હજાર યોજન ચાલીને તું અહીં શા માટે આવ્યો છે? મારા મનની શાંતિ માટે ને? મારા ચિત્તની સમાધિ માટે ને? તો પછી તારે આજે મારા હાથે
ભોજન ગ્રહણ કરવું પડશે... એટલું જ નહીં, હું મારા હાથે બધા સાધુઓને ભોજન કરાવીશ.. વત્સ, તું મને વધારે અકળાવ નહીં.' એમ કહીને તે રડવા લાગી અને શિખકુમારનાં ચરણોમાં પડી ગઈ...
શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭
For Private And Personal Use Only