________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શિખીકુમાર ગહન વિચારમાં પડી ગયા. તેઓ સરલ ભાવે વિચાર કરવા લાગ્યા : “માતામાં કેટલી ધર્મશ્રદ્ધા છે! સુપાત્રદાન દેવાની કેટલી બધી ઉત્કટ ભાવના છે! સુપાત્રદાન દેવાથી પુણ્યધર્મ બંધાય છે, આ વાત એ સમજી છે. એને પુણ્યોપાર્જન કરવું છે. એના ભાવ વિશુદ્ધ છે. અને બીજી બાજુ એનો પુત્ર નેહ પણ કેટલો બધો વધી ગયો છે? જેટલી ઉત્કટતાથી એ મને ધિક્કારતી હતી, એટલી જ ઉત્કટતાથી એ મને ચાહવા લાગી છે. આજે ભલે એ મને પુત્રરૂપે ચાહે છે, કાલે પુત્રસ્નેહ સાધુનેહમાં પરિણમશે માટે એનો સ્નેહભાવ પ્રશસ્ત છે. પ્રશસ્ત ભાવ એનો પડવો ના જોઈએ, તૂટવો ના જોઈએ. જો હું ભોજન ગ્રહણ નથી કરતો, તો એનો શુભ ભાવ તૂટી જવાની પૂરી સંભાવના છે. માટે આજે એની ઇચ્છા પૂર્ણ કરું અને કહ્યું કે ભવિષ્યમાં બીજી વાર આવું ના કરે.
શિખીકુમારે જાલિનીને કહ્યું : “માતા, આજે ભલે તું રાજી થાય, એમ કરું છું, પરંતુ બીજી વાર તારે આવો આરંભ-સમારંભ અમારા માટે ના કરવો.”
વત્સ, જ્યાં સુધી તું અહીં છે, ત્યાં સુધી મને સુપાત્રદાન આપવાનું પુણ્ય બાંધવા દે. પુત્ર સો-સો સાધુઓને ભિક્ષા-દાન આપવાનો ધન્ય અવસર ભાગ્યે જ મળે. એમાં વળી મારા જેવી પુણ્યહીન અને અભાગણી સ્ત્રીને તો આવો અવસર પહેલો જ મળ્યો છે, માટે વત્સ, તું ના ન પાડ.'
માતા, તું પુણ્ય બાંધવા ચાહે છે તે બરાબર છે, પણ અમે પાપ બાંધવા નથી ઇચ્છતા, એ વાત પણ એટલી જ સાચી છે.”
ભલે વત્સ, આજે તો હું મારી જાતે જ, તને અને આ બધા મુનિવરોને ભોજન કરાવીશ... પછી જેમ તું કહીશ તેમ કરીશ.”
“જેવી તારી ઇચ્છા.”
“વત્સ, તેં ખરેખર આજે તારી માતૃભક્તિ પ્રદર્શિત કરી. મારા પ્રત્યે અગાધ સ્નેહ વહાવ્યો..”
સાધુઓ સહુ ભોજન માટે ક્રમશઃ બેસી ગયા. શિખીકુમારે કહ્યું : “માતા, તું પહેલાં આ બધા સાધુઓને ભોજન કરાવ. મારે હજુ પચ્ચખાણ નથી આવ્યું. પારણું કરવાની વાર છે.”
જાલિનીએ ક્રમશઃ નવ્વાણુ સાધુઓનાં પાત્રમાં કંસાર વગેરે પીરસ્યો. વ્યંજનાદિ પીરસ્યાં, સાધુઓએ ભોજન કરી લીધું.... હાથ ધોવા લાગ્યા. એ ગાળામાં જાલિનીએ શેષ રહેલા કંસારમાં ઝેર ભેળવી દીધું અને એનો લાડવો બનાવી દીધો.
:
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
For Private And Personal Use Only