________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બિચારા બ્રાહ્મણપુત્રને જે દુઃખ આપ્યું છે, જે ત્રાસ આપ્યો છે એના પર શિકારી કૂતરા છોડી.. એને જે ઘોર પીડા આપી છે. તેની સજા શૂળી પર ચઢવાની હોય પિતાજી. આવું ઘોર કૃત્ય બીજા કોઈએ કર્યું હોત તો આપ એને શૂળી પર જ ચઢાવત ને? મને શૂળી પર ચઢાવી દો પિતાજી...” ગુણસેન ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. હાથના બે પંજાથી પોતાનું મોટું દાબી દઈ... તે બોલ્યો : હું અધમ છું. મારું મોટું બતાડવા લાયક નથી....'
શત્રુઘ્ન, કૃષ્ણકાંત અને ઝેરીમલ પોકે પોકે રડી રહ્યા હતા. તેઓ ગુણસેનને વીંટળાઈ વળ્યા. “કુમાર, સજા તમારે ભોગવવાની નથી, અમે ભોગવીશું....' તેમણે મહારાજાને કહ્યું : “હે નાથ, સજા જે કરવી હોય તે અમને કરો, કુમારને નહીં.”
નગરશ્રેષ્ઠીએ ઊભા થઈને મહારાજાને બે હાથ જોડી, નતમસ્તક બની પ્રાર્થના કરી : “રાજેશ્વર, કુમારને અને એમના મિત્રોને, એમનાં કરેલાં દુષ્કૃત્યનો ઘોર પશ્ચાત્તાપ થયો છે.... સાચો પશ્ચાત્તાપ થયો છે. માટે તેઓને ક્ષમા આપવાની કૃપા કરો. કુમાર તો ભવિષ્યમાં અમારા રાજા બનવાના છે, અમારા રક્ષક બનવાના છે. અમારી એમને વિનંતી છે કે તેઓ પ્રજાનાં દુ:ખો જાણે અને દુઃખોને દૂર કરવા પ્રયત્ન કરે.
આપને અમારી વિનમ્ર પ્રાર્થના છે કે આપ અરણ્યવાસ લેવાનો વિચાર ના કરશો. હજુ સંન્યાસ લેવાની વાર છે. આપ અમારા તારણહાર છો. અમારા પરમ પ્રિય મહારાજા છો.
જ્યારે કોઈ ના બોલ્યું ત્યારે નગરશ્રેષ્ઠીએ મહારાજા પાસે આવીને, પ્રાર્થના કરી મહારાજા, આવાસમાં પધારો અને સ્વસ્થ થાઓ.' રાણી કુમુદિનીને સંબોધીને કહ્યું : “મહાદેવી, આપ પણ મહારાજાની સાથે પધારો..... એટલે સભાનું વિસર્જન થઈ જાય.’
૦ ૦ ૦ રાજમહેલમાં ત્રણ દિવસ સંપૂર્ણ મન છવાયું. મહારાજા રાજસભામાં જતા નથી. કુમાર ગુણસને પોતાના ખંડમાંથી બહાર નીકળતો નથી અને રાણી કમદિની ઉદાસ બની ગયેલી છે. ગીત-ગાન બંધ થઈ ગયાં છે. વાજિંત્રો વાગતાં નથી. હાસ્ય-વિનોદ ગિત થઈ ગયાં છે.
ત્રીજા દિવસની રાત હતી. મહારાજા પૂર્ણચન્દ્ર રાણીવાસમાં ગયા. રાણીએ મૌનપણે સ્વાગત કર્યું. મહારાજા સિંહાસન પર બેઠા. કુમુદિની એમના ચરણો પાસે બેઠી.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only