________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘એ સિવાય આ દુષ્ટો એ પ્રવૃત્તિ છોડવાના નથી. દુ:ખો સહ્યા વિના બીજા જીવોનાં દુઃખોની કલ્પના નથી આવતી. આ લોકોએ વર્ષોથી એ બ્રાહ્મણપુત્રને દુઃખ આપ્યું છે, હું તો એક જ દિવસ દુ:ખ આપવાની આજ્ઞા કરું છું....'
‘ક્ષમા કરો મહારાજા, ક્ષમા કરો... સજા ના કરો....' હાંફળી-ફાંફળી રાણી કુમુદિની સભાખંડમાં આવી મહારાજાનાં ચરણોમાં પડી ગઈ.
‘દેવી, જેમ તમને તમારો પુત્ર પ્રિય છે, તેમ અગ્નિશર્માની માતાને એનો પુત્ર પ્રિય હશે ને? એ માતા વર્ષોથી કલ્પાંત કરતી હશે ને? તમે ક્યારેય તમારા લાડકવાયાને, એ માતાના પુત્રને નહીં પીંડવાની શિખામણ આપી? કાલે જ્યારે એ રાજા બનશે ત્યારે મારી પ્રજાની એ શી સ્થિતિ કરશે? એનો ગંભીરતાથી વિચાર કર્યો? પૂછો તમારા આ પુત્રને કે એ બ્રાહ્મણપુત્રને ક્યાં છુપાવ્યો છે? ગઈકાલે એ છોકરાને કેવી રીતે લોહીલુહાણ કર્યો? પૂછો એને...
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તમારો પુત્ર કદરૂપો હોત... અને બીજા લોકો એને ત્રાસ આપતા હોત... તો તમે શું કરત? જે માતાઓ, જે પિતાઓ પોતાના સંતાનોને આવી હીન કૃત્યો કરવા દે છે, આંખ આડા કાન કરે છે, તે પણ સજાને પાત્ર છે... તમારે દેવી, તમારા પુત્રને સજા નથી કરવા દેવી તો ભલે, એની સજા હું ભોગવીશ. હું રાજ્યનો ત્યાગ કરીને, સંસારનો ત્યાગ કરીને અરણ્યવાસ સ્વીકારીશ. મારું શેષ જીવન તપોવનમાં વિતાવીશ....’
નહીં નહીં પિતાજી, હું સજા ભોગવવા તૈયાર છું... મને પચાસ નહીં પાંચસો કોરડા મારો... મને મારતાં-મારતાં નગરમાં ફેરવો... પરંતુ આપ તપોવનમાં ના જાઓ... આપ અમારો ત્યાગ ના કરી જાઓ...' ગુણસેન રડી પડ્યો... મહારાજાનાં ચરણોમાં આળોટી પડ્યો...
‘હું પ્રતિજ્ઞા કરું છું. આજથી ક્યારેય એ બ્રાહ્મણપુત્રને પીડા નહીં આપું. હું એની ક્ષમા માગીશ... એના માતા-પિતાની ક્ષમા માગીશ... પરંતુ... આપ સાચું માનજો કે મેં અને મારા મિત્રોએ એનું અપહરણ નથી કર્યું, એને અમે છુપાવ્યો નથી.... અને સેનાપતિજી, આપ પિતાજીની આજ્ઞાનું પાલન કરો. સર્વપ્રથમ મને કોરડા મારવામાં આવે.....
38
રાજા, રાણી, મહાજનો અને ત્યાં ઉપસ્થિત સહુ રડી પડ્યાં. ગુણસેને કરુણ રુદન કરતાં કહ્યું : ‘મારા આ મિત્રો નિર્દોષ છે... મેં જ એમને ખોટા માર્ગે દોર્યા છે... માટે એમની સજા મને કરવામાં આવે, સખ્તમાં સખ્ત સજા મને કરો પિતાજી....' કોઈ કંઈ બોલતું નથી. સહુની આંખો રડી રહી હતી.
‘પિતાજી....’ ગુણસેને ઊભા થઈ મહારાજાના બે હાથ પકડીને કહ્યું : ‘મેં એ
ભાગ-૧ * ભવ પહેલો
For Private And Personal Use Only