________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થોડી ક્ષણ વિશ્રામ લઈને મહારાજાએ કહ્યું : “દેવી, મારી ઇચ્છા છે કે આ મહિનામાં કુમારનાં લગ્ન કરી દઈએ.” રાણીએ રાજા સામે જોયું.
અને પછી, શુભ મુહુર્ત એનો રાજ્યાભિષેક કરી દઈએ...' કેમ આટલી બધી ઉતાવળ?'
આપણાં આ સંસારના અધૂરાં કર્તવ્યો પૂરાં કરીને, આત્મકલ્યાણ માટે પુરુષાર્થ કરી લેવો જોઈએ.” રાણી ઊંડા વિચારમાં ડૂબી ગઈ.
રાજાએ કહ્યું : “હવે બધું ગમતું હતું તે અણગમતું થઈ ગયું છે. આ રાજ્ય આ વૈભવો.. આ વૈષયિક સુખો...બધું નીરસ લાગે છે... આ બધું છોડી અરણ્યવાસ સ્વીકારવાની તીવ્ર ઇચ્છા જાગી ગઈ છે. માટે વસંતપુર-મહારાજાને સંદેશો મોકલી આપું છું. આ મહિનામાં શુભ મુહૂર્તે લગ્ન કરી દઈએ.”
એક-બે વર્ષ પછી કરીએ તો?' રાણીએ પૂછયું.
શા માટે વિલંબ કરવો? હું જેમ બને તેમ જલદી મુક્ત થવા ચાહું છું. તમે પુત્રની સાથે રહેજો.”
નાથ, એ ક્યારેય નહીં બને. જ્યાં આપ ત્યાં હું, જે દિવસે આપ આ મહેલનો ત્યાગ કરશો, એ દિવસે હું પણ આપની સાથે જ નીકળી જઈશ તપોવનમાં આપણે સાથે જ જઈશું.'
પરંતુ, તમને પુત્ર વિના...' ગમશે.. આપના વિના નહીં ગમે.” એ પણ બંધન છે.” ધીરે ધીરે એ બંધન પણ તૂટી જશે.' રાગનાં બંધનો જલદી નથી તૂટતાં. દેવી!” આપનાં રાગનાં બંધન કેટલાં જલદી તૂટી ગયાં છે?” “તૂટ્યાં નથી, તોડવાનો પુરુષાર્થ કરવો છે...' રાગ-દ્વેષનાં બંધનો તૂટ્યા વિના અરણ્યવાસ કેવી રીતે સ્વીકારી શકાય?” “અરણ્યવાસમાં એ બંધનો જલદી તૂટે છે.” કુમુદિની મૌન રહી. ‘તમે કુમારને વાત કરી દેજો.' મહારાજાએ કહ્યું. “શાની?” એના લગ્નની, એના રાજ્યાભિષેકની અને આપણા ગૃહત્યાગની.'
39.
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only