________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'GOJ
સરોવરમાં શેલારા દેતી મીન-પૂંછની ઝાપટથી પક્ષની પાંખડીઓ ઉપરથી ખરી પડેલી ઝાકળ જેવી ભીની ભીની ઉષા ઊગી રહી હતી. વૃક્ષોને પ્રેમ કરતાં કરતાં વીંટળાતી વલ્લરીઓ નમણી નારની જેમ શોભી રહી હતી. ચંદનવનને ચૂમીને છૂટેલો વસંતનો વાયુ અશોકવનમાં વિહરી રહ્યો હતં.
એવા સમયે મહામંત્રી બ્રહ્મદત્તે પિંગલ વગેરે આત્મીય જનોની સાથે અશોકવનમાં પ્રવેશ કર્યો. બ્રહ્મદત્ત અને પિંગલના અંતરની એક મંજુલ તંત્રી રણઝણતી થઈ ગઈ હતી.
ગુરુદેવની આજ્ઞા લઈ સહુએ ગુરુદેવના અવગ્રહમાં પ્રવેશ કર્યો. ગુરુદેવને ત્રણ પ્રદક્ષિણા દઈ, ભાવપૂર્વક વંદના કરી. ગુરુદેવે ધર્મલાભનો આશીર્વાદ આપ્યો.
બ્રહ્મદરે કહ્યું, ‘ભદંત, ગઈકાલે આપે અમારા પર અવર્ણનીય ઉપકાર કર્યો છે. આપના ઉપકારને અમે આ ભવમાં નહીં ભૂલી શકીએ, પરભવમાંય નહીં ભૂલી શકીએ. આપે અમારી આંખોમાં જ્ઞાનાંજન આંક્યું. અમારા હૃદયને જ્ઞાનવારિણી ધોઈને સ્વચ્છ કર્યું.
ગુરુદેવ, કંઈક જીવન પરિવર્તન કરવાની ભાવના પેદા થઈ છે. જો કે મારા પ્રિય પુત્ર શિખીના જેવો ગૃહત્યાગ કરી સાધુધર્મ સ્વીકારવાનો ઉલ્લાસ તો નથી જાગ્યો, પરંતુ ગૃહવાસમાં રહીને પણ, જીવન જીવવાની રીત બદલી નાંખવી છે. પાપસ્થાનકોનો શક્ય એટલો ત્યાગ કરવો છે, ધર્મસ્થાનોનું શક્ય એટલું પાલન કરવું છે.
હે પ્રભુ, આપ ભક્તવત્સલ છો, અધમોચક છો.. મારા જેવા પાપીનો આપે ઉદ્ધાર કરવાનો છે. બ્રહ્મદત્તની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. ગુરુદેવ બ્રહ્મદત્તના મસ્તક પર પોતાનો સ્નેહસિક્ત હાથ મૂક્યો. બ્રહ્મદત્તનું હૃદય એક અસીમ કૃતજ્ઞતાથી ભરાઈ ગયું.
રાતભર આત્માલોચન કરીને પિંગલ દઢ આસ્તિક બની ગયો હતો. આચાર્ય પ્રત્યે તેના હૃદયમાં કૃતજ્ઞતા પ્રગટી હતી. એ જીવનભર નાસ્તિક રહ્યો હતો. પરંતુ હજુ તો જીવનનો પૂર્વાર્ધ વીત્યો હતો. ઉત્તરાર્ધ બાફી હતો. એ ઉત્તરાર્ધને અધિક સાર્થક કરવા તત્પર બન્યો હતો. એના ચિત્ત પર આચાર્ય, એક પરમ પ્રાજ્ઞ-પુરુષ અને વીતરાગી મહાપુરુષ રૂપે અંકિત થઈ ગયા હતા, ગહન આસ્થા અને શ્રદ્ધાથી તેણે આચાર્યને સ્વીકાર્યા હતા. આજે એ સમર્પણભાવથી ગૃહસ્થ ધર્મ અંગીકાર કરવા આવ્યો હતો. વાદ-વિવાદનો અંત આવી ગયો હતો, તેનું હૃદય સંવાદિતાની વીણાના તારોથી રણઝણી ઊડ્યું હતું. તેણે ગુરુદેવનાં ચરણોમાં વંદન કરીને વિનમ્ર શબ્દોમાં નિવેદન કર્યું. શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only