________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
‘કે નિષ્કારણ કરુણાવંત! જેમ દિવસ હમણાં ઊગ્યો... અને હમણાં-હમણાં ડૂબી જશે. તેમ આ જીવન પણ જોત-જોતામાં મહાકાળમાં વિલીન થઈ જશે. પરલોકની યાત્રાએ આ આતમપંખી ઊડી જશે... કઈ ડાળ પર જઈને એ બેસશે... ખબર નથી. પ્રભો, એ પૂર્વે આ આત્માને પરિતોષ ઊપજે... નિર્ભયતા અનુભવાય, એવો ધર્મસાધનાનો માર્ગ ચીંધવા કૃપા કરો. શિખીકુમારના પાવનપગલે ચાલવાની હામ નથી કે હિંમત નથી! ગૃહવાસમાં રહીને જે કંઈ કરી શકાય, તે બતાવો.’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે, મહામંત્રીને તથા પિંગલને ગૃહસ્થધર્મ સમજાવ્યો, બાર વ્રત સમજાવ્યાં. દૈનિક જીવનચર્યા બતાવી. મહામંત્રીએ અને પિંગલે બાર વ્રત સ્વીકાર્યાં.
‘ભગવંત, જિનમતનો સ્વીકાર કરીને અમે આજે ધન્ય બન્યા છીએ. આજે અમે અવર્ણનીય આનંદ અનુભવીએ છીએ. આજથી જ અમારું સાચું અને સારું જીવન શરૂ થયું છે.’
અત્યાર સુધી મૌન રહેલા શિખીકુમારે મધુર શબ્દોમાં કહ્યું :
‘પિતાજી આમેય આપના પ્રત્યે મારા હૃદયમાં ભરપૂર અનુરાગ હતો જ... આપના ઉપકારો તો મારા ઉપર પાર વિનાના છે, પરંતુ આજે બહુ નજીકથી આપના અંતરને જોવાનો-સમજવાનો અવસર મળ્યો. આપ કેટલા બધા ભાવુક છો? સંવેદનશીલ છો,,, અને પરમાર્થને સમજનારા છો... એ બધું આજે મેં જાણ્યું, વિશાળ રાજ્યના મહામંત્રી હોવા છતાં આપને નથી કોઈ અભિમાન કે નથી કોઈ દુરાગ્રહ. આપ ગુણાનિધાન છો. આજે આપ શ્રાવકજીવન સ્વીકાર્યું. જીવનનું અદ્ભુત પરિવર્તન કર્યું. આપને મારાં હૃદયનાં વંદન છે...' શિખીકુમારે પિતાના ચરણોમાં પ્રણામ કરીને પિંગલને કહ્યું :
830
‘હે પિતા સમાન દ્વિજ શ્રેષ્ઠ, તમારું આ જીવન પરિવર્તન, તમારા હૃદયને તો પરિતોષ પમાડે જ, પરંતુ મારા હૃદયને પણ પરમ સંતોષ પમાડ્યો છે. મેં આપને રાજસભામાં બૃહસ્પતિની જેમ વાદવિવાદ કરતાં સાંભળ્યા છે... કૌશામ્બીની રાજસભામાંથી કોઈ પરદેશી જીતીને ગયો નથી. ભલભલા દિગ્ગજ વિદ્વાનોને આપે જમીન પર નાકથી લીટી ખેંચાવેલી છે, એ મેં નજરે જોયું છે... અને આજે? આપની સત્યગ્રાહકતા અને સરળતા પર આજે હું ઓવારી ગયો છું! આચાર્યદેવની નવયૌવના જ્ઞાનશ્રીનાં ચરણોમાં આપનું મસ્તક નમી પડ્યું... તેઓના સંયમની તેજસ્વિતાએ આપના હૃદયમાં અજવાળું-અજવાળું કરી દીધું! આપના આ જીવનપરિવર્તનના પડઘા કૌશામ્બીની શેરીએ શેરીએ પડશે. રાજસભામાં મોટો કોલાહલ મચી જશે. એક મહાન નાસ્તિકે, આસ્તિકતાનાં શ્રીચરણોમાં સમગ્ર જીવન સમર્પી દીધાની વાત વાયુની પાંખો પર બેસી રાજ્યનાં સીમાડાઓ સુધી પ્રસરી જશે. આપના આ પરિવર્તનના પ્રતાપે રાજ્યના હજારો સ્ત્રી-પુરુષો સર્વજ્ઞશાસનનો સ્વીકાર કરી, પોતપોતાનાં જીવનનું સાફલ્ય પ્રાપ્ત કરશે.
For Private And Personal Use Only
ભાગ-૧૪ ભવ ત્રીજો