________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મેં એ મહર્ષિને પૂછયું : “ગુરુદેવ, એ પતનસ્થાન ક્યાં આવેલું છે?' તેમણે કહ્યું : હે શુકરાઇ, તું જે સાલવૃક્ષ ઉપર બેસે છે, તેની ડાબી બાજુએ એ પતનસ્થાન આવેલું છે.
હે સુંદરી, આ સાંભળીને મને વિચાર આવ્યો કે આ પક્ષીનો ભવ, કેટલા બધા ભયોથી ભરેલો છે? કોઈ શિકારી આપણો શિકાર કરી જાય.... કોઈ આપણને પકડી જાય અને પિંજરામાં પૂરી દે. કોઈ આગમાં આપણને શેકીને ખાઈ જાય... એનાં કરતાં, આપણે વિદ્યાધર-વિદ્યાધરી બની જઈએ તો! આ પતનસ્થાન પરથી આપણે, ‘વિદ્યાધર-વિદ્યાધરી” બનવાની અભિલાષા કરીને પડતું મૂકીએ!
તું જાણે છે કે વિદ્યાધરો કેવા સુખી હોય છે! કેવા શક્તિશાળી હોય છે.... કેવા વૈભવશાળી હોય છે!'
મેનાએ પૂછ્યું : “પણ તમને એ મહર્ષિની વાત ઉપર ભરોસો તો છે ને? એવું તો નહીં બનેને કે આપણે કમોતે મરીએ.. અને કીડા-કીડીના ભાવમાં જન્મીએ..?'
“તું તો સાવ ભોળી છે. એ મહર્ષિ એટલે પરમ સત્યવાદી એ તો નિઃસ્વાર્થ મહાપુરુષ છે. એમની વાત મોટા-મોટા રાજા-મહારાજાઓ માને છે ને!'
“તમારી વાત સાચી, આ તો મનમાં વિચાર આવ્યો કે, આપણો મેના-પોપટનો અવતાર ભલે પક્ષીનો છે, પરંતુ શ્રેષ્ઠ પક્ષીનો છે.. કાગડા. ગીધડાં અને કબૂતર કરતાં આપણે ચઢિયાતા કહેવાઈએ. માણસો... અરે રાજરાણીઓ પણ આપણને પાળે અને આપણી સાથે પ્રેમ કરે! એટલે, આપણો અવતાર કંઈ ખોટો નથી. છતાં જો આ ખીણમાં પડવાથી વિદ્યાધર-વિદ્યાધરી બની શકાતું હોય તો હું કુદી પડવા તૈયાર છું!'
અરે મેના! તારામાં આટલી બધી અક્કલ છે એ તો મેં આજે જ જાણ્યું. તારી વાત સાચી છે. તે જે વિચાર્યું તે સાચું છે. વગર વિચારે આપણે કોઈ કામ ના કરવું જોઈએ.
તો પછી, હવે આપણે પતનસ્થાન પર જઈને ખીણમાં કૂદી પડીએ. હું હાથી, મેના-પોપટની વાત એકાગ્રતાથી સાંભળતો હતો. ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. જ્યારે એ મેના-પોપટ ઊડી ગયાં, એનો મને ખ્યાલ ન રહ્યો... પરંતુ એ ખીણમાંથી.. થોડી વારમાં જ વિદ્યાધર-વિદ્યાધરીનું યુગલ બહાર આવ્યું અને આકાશમાર્ગે ચાલ્યું ગયું.
મારા મનમાં પોપટની વાત જચી ગઈ! ખરેખર, મેના-પોપટ જ વિદ્યાધરવિદ્યાધરી બનીને આકાશમાર્ગે ચાલ્યાં ગયાં! સાચે જ ઋષિએ બતાવેલું પતનસ્થાન ચમત્કારિક છે.' પહેલાંની ઘટનાથી હું અજાણ હતો. જ્યારે લીલારતિ વિદ્યાધર ચંદ્રલેખાનું અપહરણ કરીને આવેલો અને પોપટ સાથે
૨૨૨
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only