________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શક્તિ-અશક્તિનો વિચાર કરવા દેતી નથી. ચંદ્રલેખા લીલારતિને ચાહતી હતી. બંને સહમત હતાં. ભાઈ મૃગાંકસેન લીલારતિ સાથે ચંદ્રલેખાનું લગ્ન કરવા નહોતો ઇચ્છતો. લીલારતિએ ચંદ્રલેખાનું અપહરણ કર્યું. પછી ભયથી બંને ભાગ્યાં! મૃગાંકસેન એમની પાછળ ઊડ્યો...
લીલારતિ-ચંદ્રલેખાએ, પશ્ચિમ મહાવિદેહનો આ વનપ્રદેશ જોયો.. ગગનસ્પર્શી પહાડ જોયો... એનાં પાતાળ-ઊંડાં કોતરો જોયાં. કોતરોમાં ગુફાઓ જોઈ... છુપાઈ જવાની સુયોગ્ય જગા જોઈ. તરત જ તે બંને એક પહાડ ઉપર ઉતરી આવ્યાં.
ઊંડી કોતરના કિનારા ઉપર એક ઘટાદાર વૃક્ષ પર પેલો પોપટ એની મેના સાથે બેઠો હતો.
વિદ્યાધરને પક્ષીની વાણી આવડતી હતી. તેણે પોપટની ભાષામાં પોપટ સાથે વાત કરી : “હું આ કોતરની ગુફામાં મારી પત્ની સાથે છુપાઈ જાઉં છું. અમારી પાછળ એક વિદ્યાધર આકાશમાર્ગે અમને પકડવા આવે છે. કદાચ એ તને પૂછે તો તું કંઈ જાણતો નથી, એમ કહેજે. એ વિદ્યાધર પાછો ચાલ્યો જાય, પછી તું મારી પાસે આવીને સમાચાર આપજે. જો તું મારા ઉપર આટલો ઉપકાર કરીશ, તો તારા ઉપકારનો શ્રેષ્ઠ બદલો વાળી આપીશ.'
પોપટે હા પાડી. વિદ્યાધર લીલારતિ, ચંદ્રલેખાની સાથે એ કોતરની ગુફામાં છુપાઈ ગયો. પોપટે એ ગુફા જોઈ લીધી.
થોડી જ ક્ષણો પછી, વિદ્યાધર મૃગાંકસેન ક્રોધથી લાલચોળ બની ગયેલો, ત્યાં આવ્યો. આસપાસ જોયું. તેને લીલારતિ કે ચંદ્રલેખા દેખાઈ નહીં... પોપટને એણે કંઈ પૂછ્યું પણ નહીં. થોડીવાર ત્યાં ઊભો રહ્યો.. કંઈક વિચાર્યું. અને એ પાછો વળી ગયો.
જ્યારે મૃગાંકસેન એના મનમાં કંઈક વિચારતો હતો, ત્યારે પોપટ પણ એના મનમાં કંઈક વિચારતો હતો. કદાચ મનુષ્ય ન વિચારી શકે, તેવો બુદ્ધિયુક્ત વિચાર કર્યો. એક ઉપાય એને જડી ગયો. મને મારી નાંખવાનો!
હું મારી મુખ્ય હાથણી સાથે એ વૃક્ષની નજીક પહોંચી ગયો હતો. રોજ-રોજ પોપટ-મેના ત્યાં આવતાં હતાં, એટલે હું એમને જાણતો હતો. એમની ભાષા પણ મને આવડતી હતી. એને જાણ હતી કે એની પક્ષી-ભાષા હું સમજી શકું છું.
તેણે પહેલાં તો મેનાના કાનમાં ખૂબ ધીમેથી કંઈક કહ્યું. પછી, હું સાંભળી શકું એ રીતે મેનાને તેણે કહેવા માંડ્યું :
હે સુંદરી, હું ગઈકાલે વશિષ્ઠ મહર્ષિ પાસે ગયો હતો. તેઓ કેટલાક મનુષ્યોને કહેતા હતા કે સંસમાર પર્વત ઉપર એક સર્વકામિત પતનસ્થાન છે. જે જીવ જેની અભિલાષા કરીને એ સ્થળેથી પહાડની ખીણમાં પડતું મૂકે, એની અભિલાષા પૂર્ણ થઈ જાય.'
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only