________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાત કરીને, એ ખીણની ગુફામાં છુપાયેલો.. ત્યારે હું અને મારી હાથણીઓ સાથે ત્યાં ન હતાં. એ ઘટનાથી અમે સાવ જ અજાણ હતાં.. અમારી એ અજ્ઞાનતાનો પોપટે લાભ ઉઠાવ્યો હતો.
મેના-પોપટ, ખરેખર તો ઊડીને પેલી ગુફામાં ગયાં હતાં, ત્યાં છુપાયેલા વિદ્યાધરવિદ્યાધરીને તેણે કહ્યું : “પેલો તમારો શત્રુ વિદ્યાધર આવીને પાછો ચાલ્યો ગયો છે, માટે તમે હવે તમારા રસ્તે ચાલ્યા જાઓ.” વિદ્યાધરે પૂછ્યું : “હે પોપટ, હું તારા ઉપર શો ઉપકાર કરું?” પોપટે કહ્યું: ‘તમે અહીંથી જલદી આકાશમાર્ગે ચાલ્યા જાઓ, એ જ મોટો ઉપકાર છે....' વિદ્યાધર પોપટની અટપટી વાત સમજ્યો નહીં. વળી, એને પોતાને પણ ગંતવ્ય સ્થળે જવાની ઉતાવળ હતી, એટલે ચંદ્રલેખાની સાથે તે આકાશમાર્ગે ચાલ્યો ગયો! મેં એ બંનેને જતાં જોયાં... ને મેં માની લીધું કે આ પોપટ અને મેના જ છે! પતનસ્થાનથી પડતું મૂકવા પહેલાં એમણે વિદ્યાધર-વિદ્યાધરી બનવાની અભિલાષા કરી હશે. માટે તેઓ સાચે જ વિદ્યાધર-વિદ્યાધરી બની ગયાં!
કહો, એક હાથી આનાથી વધારે શું વિચારી શકે?' રાજા અરિમર્દને કહ્યું : “ગુરુદેવ, હાથી તો શું, મનુષ્ય પણ આટલું જ વિચારી શકે! હા, વિશિષ્ટ જ્ઞાની પુરુષોની વાત જુદી છે!'
“હે સિંહકુમાર, હું (ધર્મઘોષ) તો આ બધી વાર્તા સાંભળી સ્તબ્ધ જ થઈ ગયો હતો. એક પક્ષી, એમાંય પોપટ, કે જેને મનુષ્ય ચાહે છે.. એ પક્ષી આવું બુદ્ધિપૂર્વકનું કપટ રચી શકે? સામાન્ય બુદ્ધિવાળો મનુષ્ય તો આ વાતને માત્ર “કાલ્પનિક વાતો' કહીને હસી નાંખે. બાળકો માટેની વાર્તા' કહીને અવગણી નાંખે... પરંતુ આ વાર્તા કહેનારા કોઈ સામાન્ય જ્ઞાની પુરુષ ન હતા, અવધિજ્ઞાની મહાપુરુષ હતા! ભૂતકાળને આત્મપ્રત્યક્ષ-જ્ઞાનથી જોઈને-જાણીને કહેનારા હતા. એટલે વાત સાચી જ છે, એમાં મને શંકા ના રહી.
મારું મન કષાયોની ભયાનકતા જાણીને હચમચી ગયું. ધર્મઘોષસૂરિજીએ સિંહકુમારને કહ્યું : પછી આચાર્યદેવ અમરગુપ્ત પોતાની આત્મકથા આગળ ચલાવતાં કહ્યું :
મેં હાથીએક વિચાર કર્યો : મેના-પોપટની જેમ અમે પણ વિદ્યાધર-વિદ્યાધરી બનવાનો સંકલ્પ કરીને, પતન-સ્થળ ઉપરથી ખીણમાં પડતું મૂકીએ તો?
મેં મારી મુખ્ય હાથણી સામે જોઈને કહ્યું : “રાણી, જો આપણે પેલા સાલવૃક્ષની બાજુના પતન-સ્થળેથી પર્વતની ખીણમાં કૂદી પડીએ તો વિદ્યાધર-વિદ્યાધરી બની જઈએ... પેલાં મેના-પોપટની જેમ...”
શ્રી સમરાદિત્ય મહાકથા
3
For Private And Personal Use Only