________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાણીએ કહ્યું : આપણને આ નંદનવનમાં શું દુઃખ છે? આપણે અહીં સુખી છીએ. કોઈ વાતે અહીં દુઃખ નથી. અહીં કોઈ મનુષ્યો આપણને પકડવા આવતા નથી. અહીં આપણો શિકાર કરવા કોઈ આવતા નથી. પછી શા માટે વિદ્યાધર-વિદ્યાધરી બનવાનું?
વળી, ‘અહીં અમે તમારી પ૦૦ પ્રિયા છીએ...” એ વખતે બધી જ હાથણીઓ ત્યાં ભેગી થઈ ગઈ હતી.
અમે તમને ચાહીએ છીએ. આપણે યથેચ્છપણે વિષય-સુખ ભોગવીએ છીએ. ખાવા-પીવાનું કે રહેવાનું કોઈ દુઃખ નથી... માટે હું તો કહું છું કે આપણે ખીણમાં કૂદકો મારવો નથી.'
રાણીની વાત સાચી હતી, પરંતુ મારા મનમાં પેલા મેના-પોપટની ઇર્ષ્યા ઘર કરી ગઈ હતી, એ જો વિદ્યાધર-વિદ્યાધરી બની જાય.... તો અમે કેમ ના બનીએ? જીવનો આ કુટિલ સ્વભાવ છે. એને બીજા જીવોનું ચઢિયાતું સુખ જોઈને, પોતાનું સુખ ઓછું લાગે છે... પેલું ચઢિયાતું સુખ લેવા એ પ્રયત્ન કરે છે.... જો પુણ્યકર્મ સહારો ના આપે તો જે સુખ જીવ પાસે હોય છે, એને પણ ગુમાવી દે છે!
મેં રાણીની વાત ના માની.
બીજી હાથણીઓએ અમારી વાત સાંભળી હતી. તેમણે પણ મને ખીરામાં કૂદી પડવાની ના પાડી. “આપણે આ પહાડ ઉપર સુખી છીએ... આપણને વિદ્યાધરવિદ્યાધરી જેવાં જ સુખ છે! શા માટે ખીણમાં કૂદી પડવું?”
હા, મેના અને પોપટ કદાચ આ ભૂમિના પ્રભાવથી વિદ્યાધર-વિદ્યાધરી બની ગયાં, આપણો ના બન્યાં તો? કમોતે મરવાનું ને?' એક બીજી હાથણીએ કહ્યું.
મારું અશુભ કર્મ મને સાચું સમજવા દે એમ ન હતું. મારી પ્રિયાની વાત સાચી જ હતી. પરંતુ હું ના માન્યો. કારણ કે પેલા પોપટના નિમિત્તે મારે મરવાનું જ હતું! પૂર્વજન્મનાં મારા કર્મો મારે ભોગવવાનાં જ હતા.
પેલાં મેના-પોપટ... પેલી ગુફામાં કે જ્યાં વિદ્યાધર-વિદ્યાધરી છુપાયાં હતાં, ત્યાં બેઠાં હતાં... અને રાહ જોતાં હતાં મારા પડવાની...
મેં મારી હાથણીઓને કહ્યું : “હું તો ખીણમાં પડતું મૂકીશ, તમારે ના પડવું હોય તો ના પડશો...' પરંતુ એ પાંચસો હાથણીઓનો મારા ઉપર અગાધ પ્રેમ હતો... મેં ખીણમાં પડતું મૂક્યું... કે મારી પાછળ પાંચસોયે હાથણીઓ કૂદી પડી ખીણમાં.
અમે કમોતે મર્યાં. અત્યંત દુઃખ સહન કરવાથી કર્મોની નિર્જરા થઈ ગયેલી, તેથી હું વ્યંતર દેવલોકમાં, કુસુમશેખર નામના નગરમાં વ્યંતરદેવ થયો. હાથણીઓ ત્યાં મારી દેવીઓ થઈ.
પેલો પોપટ મરીને પહેલી નરકમાં પેદા થયો.
૨૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only