________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY CH
આચાર્યશ્રી અમરગુપ્તસૂરિજીએ, જે ભવમાં તેમનો જીવ સમ્યગ્દર્શન પામ્યો હતો, તે સોનાના ભાવથી પોતાની આત્મકથાનો આરંભ કર્યો હતો.
બીજો ભવ હાથીનો કહ્યો, અને આ ત્રીજો ભવ સાર્થવાહ પુત્ર ચક્રદેવનો કહે છે :
૦ ૦ ૦ મારું દેવ-ભવનું આયુષ્ય પૂર્ણ થયું. મારા આત્માનું અવતરણ આ જ પશ્ચિમ મહાવિદેહ ક્ષેત્રમાં થયું.
ચક્રવાલપુર નામના નગરમાં ‘અપ્રતિહત' નામના રાજમાન્ય અને અતિ લોકપ્રિય સાર્થવાહ રહેતા હતા. તેમનાં પત્નીનું નામ હતું સુમંગલા. મારો જન્મ સુમંગલાની કુક્ષિથી થર્યો.
મારું નામ “ચક્રદેવ' રાખવામાં આવ્યું. ખૂબ લાલન-પાલનથી મારો ઉછેર થવા લાગ્યો. મને સારું શિક્ષણ અને સારા સંસ્કારો આપવામાં આવ્યા. મારા પિતા ઇચ્છતા હતા કે જે શ્રેષ્ઠ ગુણોથી અને સદ્વ્યવહારથી તેમણે રાજા અને પ્રજાની પ્રીતિ મેળવી હતી, તેવા જ શ્રેષ્ઠ ગુણો મારામાં આવે અને હું પણ સદ્વ્યવહારને આચરનારો બનું.
મારા પિતા પાસે અઢળક સંપત્તિ હતી. તેઓ ન્યાય, નીતિ અને પ્રામાણિકતાથી જ વ્યવહાર કરતા હતા. દુઃખી લોકોને અનુકંપાદાન આપતા હતા. સાધુ પુરુષોને સુપાત્રદાન આપતા હતા. રાજસભામાં અને લોકસભામાં તેઓ
દાનવીર આ શીલવાન અને
કરુણાવંત તરીકે પ્રસિદ્ધ હતા.
મહારાજા “ચંડશાસન” મારા પિતાને માન આપતા હતા. મહારાજાને મારા પિતા ઉપર અત્યંત પ્રીતિ હતી. મારા પિતા પણ રાજ્યને અને મહારાજાને સંપૂર્ણ વફાદાર હતા.
મારી માતા ખૂબ પ્રેમાળ હતી, સરળ હતી અને શાન્ત સ્વભાવની હતી. હું તેનો એકનો એક પુત્ર હતો. મારા ઉપર એને અપાર વાત્સલ્ય હતું. એ કાળજી રાખતી હતી કે હું એક પણ
શ્રી સમરાદિત્ય મહાકથા
૨૫
For Private And Personal Use Only