________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ખોટું કામ ના કરી બેસું કોઈ ખરાબ સંસ્કાર મારામાં ન પ્રવેશી જાય!
૦ ૦ ૦ પેલો પોપટ મરીને નરકમાં ગયેલો. નરકની ઘોર યાતનાઓ ભોગવીને, તેનું આયુષ્ય પૂર્ણ કરીને, એ પણ ચક્રવાલપુરમાં જ જન્મ્યો! કર્મોએ પાછા અમને એક જ નગરમાં ભેગા કરી દીધા!
રાજપુરોહિત સોમશર્માની પત્ની નંદીવર્ધનાએ એને જન્મ આપ્યો. તેનું નામ “યજ્ઞદત્ત' રાખવામાં આવ્યું. એ અને હું લગભગ સમવયસ્ક હતા.... અમે બંને એક જ પંડિતની શાળામાં ભણતા હતા.... ભવિતવ્યતાએ મને ભુલાવ્યો! મેં યજ્ઞદત સાથે દોસ્તી બાંધી.
મારી દોસ્તી નિષ્કપટ હૃદયની હતી. એની દોસ્તી કપટ ભાવથી ભરેલી હતી.
એના પિતા કરતાં મારા પિતા મોટા શ્રીમંત હતા, એના પિતા કરતાં મારા પિતાને રાજા અને પ્રજા વધારે માન આપતાં હતાં. તેથી યજ્ઞદત્ત મારા પ્રત્યે ઇર્ષ્યા કરતો હતો... છતાં એ મારી સાથે વ્યવહાર તો સારો જ રાખતો હતો.
અમે મોટા થયા. યૌવનમાં આવ્યા. અમારો મંત્રીસંબંધ અખંડ હતો. પરંતુ યજ્ઞદત્ત મારી બદનામી કરવા, મારી બેઇજ્જતી કરવા, મારા દોષ શોધતો રહેતો હતો. પરંતુ એને મારામાં એકેય એવા દોષ ના જડચા! દિનપ્રતિદિન, પિતાજીની સાથે-સાથે મારી પણ રાજસભામાં અને પ્રજાજનોમાં પ્રતિષ્ઠા વધતી જતી હતી. લોકો બોલતા હતા - “જેવા બાપ તેવો બેટો છે! બાપ કરતાં પણ બેટો સવાયો થશે!”
મારી પ્રશંસા યજ્ઞદત્તથી સહન થતી ન હતી. બીજી બાજુ એ મારી નિંદા કરી શકે એમ ન હતો. કારણ કે નગરમાં અમારી મિત્રતા જાણીતી હતી. જો એ મારી નિંદા કરે તો નગરવાસી લોકો માને નહીં.. અને એની જ બદનામી થાય!
પરંતુ યજ્ઞદત્તને ચેન પડતું ન હતું. એના ચિત્તમાં સતત આ જ વિચારો ચાલતા હતા : “ચક્રદેવ કેમ બદનામ થાય? ચક્રદેવ કેવી રીતે નિર્ધન બને? ચક્રદેવ કેવી રીતે બેમોત મરે!
હું તો સરળ ભાવે એના ઘરે જતો, એની સાથે ભોજન કરતો. એ મારા ઘરે આવતો, મારી સાથે ભોજન કરતો. અમે સાથે જ ઉદ્યાનોમાં ફરવા જતા... મારી પાસે કોઈ શ્રેષ્ઠ વસ્તુ આવે તો હું એને આપત...
પરંતુ એ મારી મિત્રતાનું મૂલ્ય ના આંકી શક્યો. મારા પ્રત્યેનો શત્રુભાવ એના હૃદયમાં વધતો જ ચાલ્યો... છેવટે એણે એક હીન ઉપાય કર્યો... મારા ઉપર
ભાગ-૧ ૪ ભવ બીજો
-
-
-
૨
For Private And Personal Use Only