________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ અરસામાં આચાર્યશ્રી માનભંગસૂરિ અમારા નગરમાં પધાર્યા. હું દ્રોણકને લઈને આચાર્યદેવ પાસે જવા લાગ્યો. પ્રતિદિન આચાર્યદેવનો ઉપદેશ અમે સાંભળતા હતા. આચાર્યદેવે અમને બાર વતમય શ્રાવકધર્મ સમજાવ્યો. મેં અને દ્રોણકે પણ શ્રાવક-ધર્મનો સ્વીકાર કર્યો.
દ્રોણકે શ્રાવકધર્મ સ્વીકાર્યો, તેથી એના ઉપર મારો પ્રેમ દ્વિગુણ થઈ ગયો.... અલબત્ત, એને ધર્મ સાથે કોઈ લેવા-દેવા ન હતી. એણે વિચાર્યું કે હું શ્રાવકધર્મ સ્વીકારીશ તો વિરદેવ ખૂબ રાજી થશે. રાજી થશે તો હું માગીશ એટલું ધન મને વેપાર કરવા આપશે!” સ્વાર્થથી પ્રેરાઈને એણે બાર વ્રતો લીધાં હતાં. મારા સરળ સ્વભાવના કારણે મને એના સ્વાર્થની ગંધ ન આવી.
થોડા મહિના પસાર થઈ ગયાં હતા. આચાર્યદેવ અમારા નગરથી વિહાર કરી ગયા હતા. મને વિચાર આવ્યો કે દ્રોણક નવરો છે. કોઈ કામધંધો કરતો નથી.... મારે એને કામધંધે લગાડી દેવો જોઈએ.”
મેં એને મારી હવેલીમાં બોલાવીને કહ્યું : “દ્રોણક, તારે કોઈ વેપાર કરવો છે?'
કરવો છે, પણ વેપાર કરવા માટે જેટલા રૂપિયા જોઈએ, તેટલા રૂપિયા મારી પાસે નથી.'
હું તને રૂપિયા આપું! તું વેપાર કર.' “ભલે. હું વેપાર કરીશ.'
‘તારે ન્યાય-નીતિપૂર્વક વેપાર કરવાનો અને સારો વેપાર કરવાનો. સમાજમાં કે નગરમાં તારી-મારી નિંદા થાય, એવો વેપાર નહીં કરવાનો.'
એણે હા પાડી. મેં એને એક લાખ સોનામહોરો આપી. તે બોલ્યો : ‘હું કમાઈશ પછી તને આ સોનામહોરો પાછી આપીશ.”
‘હું એની સારી ભાવનાથી રાજી થયો. મેં એને સોનામહોરો આપી. એણે બજારમાં સોના-ચાંદીનો વેપાર ચાલુ કર્યો. ધીરે ધીરે એનો વેપાર જામવા લાગ્યો. તેને સારી કમાણી થવા લાગી. જેમ જેમ ધન વધવા માંડવું, તેમ તેમ એનો લોભ વધતો ચાલ્યો. એણે બીજા ખોટા ધંધા પણ શરૂ કર્યા. એ ધંધાઓમાં પણ પૂર્વપુણ્યના ઉદયથી એ ઘણું કમાયો.
પરંતુ હું જ્યારે જ્યારે એને પૂછતો - ‘દ્રોણક, ધંધો કેવો ચાલે છે?' એ કહેતો. હજુ જોઈએ એવો નથી ચાલતો...'
એના મનમાં ભય હતો : “જો વીરદેવને ખબર પડશે કે હું લાખો સોનામહોરો કમાયો છું, તો એની સોનામહોરો પાછી માગે.. એટલું જ નહીં, વેપારમાં થયેલા લાભમાં પણ ભાગ માગે...” માટે એ મારી સામે ક્યારેય સાચું બોલતો ન હતો. હું પણ એની સાથે ધંધાની કોઈ ચર્ચા કરતો ન હતો. મેં એને કરેલી સહાયતા નિઃસ્વાર્થ
શ્રી સમરાદિત્ય મહાકથા
૫૭
For Private And Personal Use Only