________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભાવની હતી. સોનામહોરો પાછી લેવાનો મને ક્યારેય વિચાર આવતો ન હતો. એ નાહક ગભરાતો હતો.
‘એ જરૂ૨ મારા કમાયેલા ધનમાં અડધો ભાગ માગશે... પણ હું એને મારી કમાણી બતાવીશ જ નહીં... છતાં એની આગળ લાંબો સમય મારું અસત્ય નહીં નભે. મારે મારી હવેલી નવી બંધાવવી છે... દુકાન નવી બંધાવવી છે, જ્યારે હું બંધાવીશ ત્યારે વીરદેવ મને જરૂર પૂછશે : ‘તું આટલું બધું ધન ક્યારે ને કેવી રીતે કમાયો? પછી એ અડધો ભાગ માગશે! કારણ કે એના પૈસાથી હું કમાયો છું ને...’
માત્ર આવી નિરર્થક કલ્પનાઓ કરતાં કરતાં એ રૌદ્રધ્યાન સુધી પહોંચી ગયો : ‘જો હું એ વીરદેવને કોઈપણ ઉપાયથી મારી નાંખું... તો પછી મારા માથે કોઈ ચિંતા નહીં રહે. પરંતુ એને મારવાનું કામ સહેલું નથી. વળી, જો હું પકડાઈ જાઉં મારતાં, કે માર્યા પછી, તો તો રાજા મને શૂળી ઉપર જ ચઢાવે, માટે હું પકડાઉં નહીં કે મારા ઉપર હત્યા કરવાનું કલંક ના આવે, એ રીતે એને મારવો જોઈએ.'
કેટલાક દિવસો સુધી એને કોઈ ઉપાય ના જડ્યો. એ ખૂબ આકુળ-વ્યાકુળ રહેવા લાગ્યો. મને તો ક્યારેક જ મળતો હતો... હું વળી બજારમાં ક્યારેક જાઉં તો એની દુકાને એને મળતો... એ મારી સાથે પ્રેમથી વાતો કરતો... ખાસ કરીને ધર્મની વાતો કરતો. કારણ કે મને ધર્મની વાતો ગમતી હતી. મને ગમતી વાતો કરીને એ મને પ્રસન્ન રાખવા માગતો હતો. મને જરાય ગંધ ન આવી જાય... કે દ્રોણક મારી વિરુદ્ધ કોઈ ષડ્યંત્ર રચે છે’ એ રીતે સારો વ્યવહાર રાખતો હતો.
O
દ્રોણકને વેપાર કરતાં દસેક વર્ષ વીતી ગયાં હશે. એક દિવસ એ મારી પાસે આવ્યો. મેં એને પ્રેમથી બોલાવ્યો. મારી પાસે બેસાડ્યો. તેણે મને કહ્યું : ‘વીરદેવ, તને ખબર છે કે અમારી હવેલી બાપ-દાદાઓના સમયની છે. અતિ જીર્ણ થઈ ગઈ છે... મારી ઇચ્છા છે કે હું નવી હવેલી બંધાવું. અને જો હું હવેલી બંધાવું તો તારી લાખ સોનામહોરો હમણાં પાછી ના આપી શકું... આપીશ જરૂર. પણ આ મોટું કામ કરવું અતિ જરૂરી છે...'
મેં દ્રોણકને કહ્યું : ‘મિત્ર, તું હવેલી બંધાવ. મને પૈસાની કોઈ ઉતાવળ નથી. મેં તારી પાસે ક્યારેય પૈસા માંગ્યા નથી, પછી તું મારા પૈસાની ચિંતા શા માટે કરે છે?'
તે બોલ્યો : 'મિત્ર, તારી મારા પર મોટી કૃપા છે... હું હવેલી બંધાવીશ, પછી એ હવેલીમાં સર્વપ્રથમ તારે પ્રવેશ કરવો પડશે! તારા જેવા ધર્માત્માનાં પગલાં થાય... તો મારી હવેલી હંમેશાં ધન-ધાનથી ભરેલી રહે. સુખ-શાન્તિ અને આનંદથી ભરેલી રહે... મારી આટલી વાત તારે માનવી પડશે...'
‘દ્રોણક, તારો આગ્રહ હશે તો હું આવીશ તારી હવેલીમાં, પરંતુ તું માને છે એવો હું મોટો ધર્માત્મા નથી. ધરવાસમાં રહેલો, અનેક પાપસ્થાનકોનું સેવન કરનારો
પ
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only