________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[{ 33H
પ્રાણd” દેવલોકમાં મેં ૧૯ સાગરોપમ સુધી દિવ્ય સુખો ભોગવ્યાં... અસંખ્ય વર્ષ વીતી ગયાં. આયુષ્ય પૂર્ણ થયું. અને જંબૂદીપના એરાવત’ ક્ષેત્રમાં મારો જન્મ થયો.
હસ્તિનાપુર નગરમાં હરિનંદી' નામના શ્રેષ્ઠી અને લક્ષ્મીવતી નામની તેમની પત્ની-સુખમય જીવન પસાર કરતાં હતાં, મારો જન્મ એમના ઘરમાં થયો. મારું નામ વરદેવ રાખવામાં આવ્યું.
ધનદેવ “પંકપ્રભા” નારકીમાં નવ સાગરોપમ સુધી દુઃખ સહતો રહ્યો. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે નારકીમાંથી બહાર નીકળ્યો, સર્પ થયો. તેણે જંગલમાં અનેક જીવોને માર્યા. અનેક મનુષ્યોને પણ ડંખ દીધા. છેવટે એ પોતે જ એક દાવાનળમાં સપડાયો... મરીને પાછો “પંકપ્રભા' નારકમાં ગયો. ત્યાં લગભગ ૧૦ સાગરોપમ કાળ સુધી દારુણ દુઃખો સહન કર્યા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ થતાં તે પશુયોનિમાં આવ્યો. પાયોનિમાં અનેક ભવ કર્યા. પક્ષીયોનિમાં અનેક જન્મ કર્યા. બધા દુઃખમય અને ત્રાસમય ભવ મળ્યા.
અનીચ્છાએ દુઃખો સહન કરવાથી પણ કર્મોની નિર્જરા થતી હોય છે. કર્મો નાશ પામતાં હોય છે. ઘણાં પાપકર્મો નાશ પામી જતાં ધનદેવનો જીવ, જે નગરમાં હું જન્મ્યો હતો, એ જ હસ્તિનાપુરમાં એનો જન્મ થયો!
હસ્તિનાપુરમાં “ઈન્દ્ર' નામના શ્રેષ્ઠી રહેતા હતા. તેમની પત્ની હતી નંદીમતી લગ્નજીવનનાં ઘણાં વર્ષો વીતી જવા છતાં તેમને પુત્રની પ્રાપ્તિ નહોતી થઈ. તેઓ પુત્ર વિના બહુ દુઃખી હતા. ઘણા દેવોની પૂજા-ઉપાસના કરી. છેવટે વૃદ્ધ અવસ્થામાં તેમને પુત્રની પ્રાપ્તિ થઈ. ધનદેવનો જીવ હતો એ. એનું નામ “દ્રિોણક' રાખવામાં
આવ્યું.
મારા પિતાજીની સાથે ઇન્દ્ર શ્રેષ્ઠીનો સારો સંબંધ હતો. એક-બીજાને ઘરે આવવાજવાનું થતું હતું. હું અને દ્રોણક સમવયસ્ક હતા. અમને એક શાળામાં સાથે જ ભણવા માટે મૂકવામાં આવ્યા.
મને દ્રોણક ગમતો હતો. મારી એની સાથે મૈત્રી બંધાઈ. અલબત્ત, એના હૃદયમાં મારા પ્રત્યે જરાય પ્રેમ ન હતો, છતાં એ લોભથી મારી સાથે મૈત્રી રાખતો હતો. એ જાણતો હતો કે “મારા પિતાજી પાસે ખૂબ વધારે સંપત્તિ છે.” વળી, એ મને સરળ અને ભદ્રિક સમજતો હતો, પોતાની જાતને હોશિયાર માનતો હતો.
અમારો અભ્યાસ પૂર્ણ થયો. ૨૫e
ભાગ-૧ * ભવ બીજો
For Private And Personal Use Only