________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઓતપ્રોત બનેલા અને વિષયસુખોમાં લીન થયેલા દેવો મનુષ્યલોકમાં ના આવે.” | પિંગલે કહ્યું : “માની લીધી આપની વાત. હવે હું એક પ્રયોગની વાત કરું : આ નગરમાં એક ચોરે રાજ્યભંડારમાંથી ચોરી કરી. તે ચોરીના માલ સાથે પકડાઈ ગયો. રાજા પાસે લઈ જવામાં આવ્યો. રાજાએ શિક્ષા કરી - “આને મારી નાંખો.'
તે ચોરને લોખંડની એક કોઠીમાં નાંખીને, ઉપરનું ઢાંકણું બંધ કર્યું. પછી જે કોઈ કાણાં હતાં કોઠીમાં, તપાવેલા સીસાથી એ કાણાં બંધ કર્યા. ચારે બાજુ સૈનિકો ગોઠવાઈ ગયા. ચોર અંદર મરી ગયો. જો “આત્મા’ હોય, જીવ હોય તો બહાર નીકળે ને? બહાર નીકળે તો સૂક્ષ્મ પણ છિદ્ર પડેને?” કોઠીને એક પણ છિદ્ર પડ્યું ન હતું. માટે માનવું પડે કે પંચભૂતથી જુદો જીવ નથી.”
આચાર્યદેવે કહ્યું : “આવી જ બીજી ઘટના તને કહું છું. આ નગરમાં એક શંખવાદક હતો. શંખવાદનની કળામાં નિપુણ હતો. તે હમેશાં નગરના સિંહ દ્વારમાં ઊભો રહી શંખવાદન કરતો. નગરના સર્વેજનોને એ સંભળાતો. એક દિવસ રાજાએ સેવકને પૂછ્યું : “આ શંખવાદક ક્યાં ઊભો રહીને શંખ વગાડે છે?' સેવકે કહ્યું : ‘સિંહદ્વારમાં ઊભો રહીને વગાડે છે.' રાજાએ પૂછ્યું : “મારા શયનખંડના દ્વાર બંધ હોય છે, છતાં મને શંખનો ધ્વનિ કેમ સંભળાય છે? શબ્દ બંધ દરવાજામાં કેવી રીતે પ્રવેશે છે?' સેવકે કહ્યું : “મહારાજા, શબ્દ રોકાતો નથી!” રાજાએ શંખવાદકને પોતાના એક ઓરડામાં પૂરી દીધો. બારણાની તિરાડોમાં અને છિદ્રોમાં લાખનો રસ ભરી દીધો. શંખવાદકે શંખ વગાડ્યો. રાજાએ અને પ્રજાએ શંખનો ધ્વનિ સાંભળ્યો.
હે બ્રાહ્મણ, જેમ ઓરડામાં શબ્દ બહાર નીકળવા છતાં કોઈ છિદ્ર ના દેખાયું, તેમ કોઠીમાંથી જીવ નીકળી જવા છતાં છિદ્ર ના દેખાયું...”
પિંગલે કહ્યું : “ભગવંત, એક ચોરને, મારા કહેવાથી મારા મિત્રે ત્રાજવામાં તોલ્યો. એનું વજન માપી દીધું. ત્યાર પછી તેને મારી નાંખ્યો. એના મૃતદેહનું વજન કર્યું. પહેલાનું અને પછીનું વજન સરખું જ હતું. જો શરીરમાંથી જીવ જાય તો વજન ઘટવું જોઈએ! ના ઘટક્યું માટે માનવું પડે કે શરીરથી જીવ જુદો નથી.
આચાર્યદેવે કહ્યું કે હવે મારી વાત સાંભળો. એક ગોવાળે પવનથી ભરેલી ચામડાની કોથળી ત્રાજવામાં તોલી. ત્યાર પછી કોથળીમાંથી પવન કાઢી નાંખીને તોલી. બંને વખતનું વજન સરખું જ આવ્યું! હવે તું કહે – કોથળી અને પવન જુદાં હોય છે કે એક જ હોય છે? પવન નીકળી જવાથી વજન કંઈક ઘટવું જોઈએ ને?' પિંગલે કહ્યું : “ભગવંત, હું એક બીજા પ્રયોગની વાત કરું છું.'
એક ચોર પકડાયો. તેને મૃત્યુદંડની સજા થઈ હતી. મારા મિત્રે તે ચોરના શરીરને ઊંચુંનીચું કરીને જીવને ખોળ્યો.. જીવ ના મળ્યો. પછી શરીરને ચીરી નાંખીને જીવને ખોળ્યો, તોય ના મળ્યો. જો હોય તો મળવો જોઈએ ને?'
શ્રી સમરાદિત્ય મહાકથા
૪૫
For Private And Personal Use Only