________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના, નથી થતો સંક્રમ, ચેતન, અચેતનથી સર્વથા ભિન્ન જ છે.”
એનો અર્થ એ થયો કે પંચભૂતથી જુદો “યેતન” પદાર્થ છે, તેને તમે જીવ કહો છો, એ મરીને પરલોકમાં જાય છે, એમ માનો છો, તો પછી મારો એક પ્રશ્ન છે કે મારા દાદા મધુપિંગ, અનેક જીવોની હિંસા કરતા હતા, તમારી માન્યતા મુજબ તેઓ નરકમાં ગયા હશે. મારા ઉપર તેમને અત્યંત સ્નેહ હતો, અને તેઓ વર્તમાન જીવનમાં ન કરવા યોગ્ય કાર્યો કરતા બીજાઓને રોકતા હતા - એમનો એવો સ્વભાવ હતો. તો પછી નરકમાંથી અહીં આવીને મને કેમ કહી જતાં નથી કે “વત્સ, જો હું હિંસાનાં કડવાં ફળ નરકમાં ભોગવું છું, માટે તું હિંસા ના કર.”
આચાર્યદેવે કહ્યું : “એનું કારણ તને સમજાવું છું. જેમ કોઈ મોટા અપરાધીને પકડીને કારાવાસમાં પૂરવામાં આવે, તેના શરીરને લોખંડની સાંકળથી બાંધવામાં આવે, અંધારા ઓરડામાં પૂરવામાં આવે. એ કદી પોતાનાં અતિપ્રિય સ્નેહીસ્વજનોને મળી શકતો નથી, જોઈ પણ શકતો નથી. ઉપદેશ આપવાની તો વાત જ ક્યાં રહે? એવી રીતે નરકના જીવોને પરમાધામી અસુરો વજની સાંકળથી બાંધે છે, ઘોર અંધકારમય નરકમાં તે સબડે છે... પૂર્ણતયા પરતંત્ર હોય છે. એ જીવો કેવી રીતે તારી પાસે આવી શકે? કેવી રીતે ઉપદેશ આપી શકે? તેમનું આયુષ્ય પૂરું થયા વિના તેઓ નરકની બહાર નીકળી શકતો નથી.'
પિંગલે કહ્યું : “આપની વાત સમજાઈ. નરકમાંથી જીવ અહીં ના આવી શકે, પરંતુ મારા પિતા જરૂર સ્વર્ગમાં ગયા હશે, તેઓ પરલોકના અત્યંત ભયવાળા હતા, હિંસા વગેરે પાપોનો તેમણે ત્યાગ કર્યો હતો, કષાયો પણ અતિ મંદ હતા. છેવટે સાધુ-વ્રત લઈને મરી ગયા હતા. તેમને હું અત્યંત પ્રિય હતો. મેં તેમને મૃત્યુ પૂર્વે કહેલું કે - “મને ધર્મનો ઉપદેશ આપવા જરૂર આવજો.” છતાં હજુ સુધી નથી આવ્યા. દેવો તો સ્વાધીન હોય છે ને?'
આચાર્યદેવે કહ્યું : “એનું પણ કારણ છે. તને એક દૃષ્ટાંથી સમજાવું છું. એક હિન જાતિનો, હીન કુળનો અને કુરૂપ દરિદ્ર મનુષ્ય અનેક કળાઓ શીખીને, વિજ્ઞાન પ્રાપ્ત કરીને પરદેશ ગયો. પરદેશમાં કળા અને વિજ્ઞાનના કારણે તેણે ઘણી સમૃદ્ધિ પ્રાપ્ત કરી. અનેક સુંદરીઓ સાથે લગ્ન કર્યા. સુંદર બાળકોનો પિતા બન્યો. મહાસુખમાં લયલીન બન્યો. એ પોતાના વતનમાં રહેલી ઝઘડાખોર પત્નીને યાદ કરતો નથી. લૂલાં-લંગડા બાળકોને યાદ કરતો નથી.
આવી જ રીતે, દેવલોકના દેવો, મનુષ્યલોકને ગંદી અને દુર્ગધ ભરેલો જુએ છે. દેવલોકમાં અપાર ઋદ્ધિમાં, અને દેવાંગનાઓના પ્રેમમાં ડૂબેલા હોય છે. આનંદ અને સુખમાં આસક્ત હોય છે. તેમને પોતાનો મનુષ્યભવ યાદ પણ નથી આવતો.. પછી તારા પિતા દેવલોકમાંથી અહીં તને ઉપદેશ આપવા કેવી રીતે આવે? દિવ્ય પ્રેમમાં
ભાગ-૧ ૪ ભવ ત્રીજો
80
For Private And Personal Use Only