________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વૈરાગી થયો છે.. નથી તેને કોઈએ ભરમાવ્યો કે નથી એને કોઈએ ઠગ્યો.
બીજી વાત તમે કરી કે “પરલોક જ નથી અને પરલોકમાં જીવ જતો નથી. પંચભૂતમાંથી જન્મે છે ને પંચભૂતમાં વિલીન થઈ જાય છે. તમારી આ માન્યતા ભૂલ ભરેલી છે કારણ કે પ્રાણી, જલ, અગ્નિ, વાયુ અને આકાશ-આ પંચભૂત સર્વથા અચેતન છે. જડ છે. તે પાંચ અચેતન તત્ત્વોના સમિશ્રણમાંથી ચેતન તત્વ ના જન્મી શકે. ગતિ-સ્થિતિ વગેરે ક્રિયાઓ ચેતન જ કરી શકે, અચેતન નહીં. એક સિદ્ધાન્ત તમે જાણો છો ખરા કે જે તત્ત્વ પ્રત્યેકમાં ના હોય તે તત્ત્વ એના સમૂહમાં પણ ના હોય. જેમ રેતીના એક કણમાં તેલ નથી હોતું, તો રેતીના ઢગલામાંથી પણ તેલ નથી નીકળતું.
જો તમે કહો કે “પૃથ્વી, જલ વગેરે પંચભૂત દરેક ચેતન છે. તો તો તમે અમારી વાત જ સ્વીકારી લીધી! અનેક ચેતનાઓનો સમૂહ તે પુરુષ છે! એકેન્દ્રિય, બેઇન્દ્રિય વગેરે જીવોમાં ચૈતન્ય છે, પરંતુ ઘડામાં કે વસ્ત્રમાં ચૈતન્ય નથી. માટે પંચભૂતથી જુદો ચૈતન્ય સ્વરૂપ જીવ છે જ, કે જે પરલોકમાં જાય છે. ડાળ ઉપર બેઠેલી ચકલીની જેમ જીવ, શરીરનો ત્યાગ કરીને પરલોકમાં જાય છે.” પિંગલે કહ્યું : “હે આચાર્ય, જો દેહથી જુદો આત્મા હોય તો આપ બતાવો!”
આચાર્યદેવે કહ્યું : “આત્મા દેહથી જુદો નથી દેખાતો કારણ કે આત્મા અત્યંત સૂક્ષ્મ હોવાથી આંખો તેને જોઈ શકતી નથી. ચર્મચક્ષુથી આત્મા અદશ્ય છે. પરંતુ સિદ્ધો, સર્વજ્ઞો, અને જ્ઞાનદષ્ટિવાળા સાધુઓ આત્માને જોઈ શકે છે.
પિંગલે કહ્યું : “ભગવંત, આપનું કથન મને અસંબદ્ધ લાગે છે. હમેશાં કારણને અનુરૂપ જ કાર્ય થતું નથી. કારણથી ભિન્ન કાર્ય પણ થાય છે. જેમ કે શિંગડામાંથી બાણ બને છે.
બીજી વાત - પરમાણુઓ અદૃશ્ય છે, પણ પરમાણુઓના સમૂહમાંથી ઉત્પન્ન થયેલો ઘડો દૃશ્ય હોય છે. આ રીતે પંચભૂત ભલે અચેતન હોય, તેમાંથી ચેતન સ્વરૂપ આત્મા પેદા થઈ શકે.. પછી શો વાંધો છે?”
આચાર્યદેવે કહ્યું: “હે બ્રાહ્મણ, શિંગડાનું બાણ બને છે, પરંતુ તે કારણનું વિરોધી નથી. જેમ બાણ શિંગડામાંથી બને તેમ લાકડામાંથી લોહમાંથી... પિત્તળમાંથી પણ બની શકે છે. ઉપાદાન કારણો જુદાં જુદાં હોઈ શકે છે. તેમાં કાર્ય-કારણની એકરૂપતા સિદ્ધ થાય છે.
બીજી વાત તારી અજ્ઞાનતા ભરેલી છે. પરમાણુઓ એકાંતે અદૃશ્ય નથી, ચર્મચક્ષુવાળા માટે અદશ્ય છે, પરંતુ સર્વજ્ઞ પુરુષો અને યોગી પુરુષો માટે દશ્ય છે. દશ્ય પરમાણુઓના સમૂહમાં દશ્ય ઘડો ઉત્પન્ન થાય છે. એમાં કોઈ વાંધો નથી.
પિંગલે કહ્યું : “શું પંચભૂતના ગુણોનો સંક્રમ ચેતનામાં નથી થતો?” શ્રી સમરાદિત્ય મહાકથા
૧૯
For Private And Personal Use Only