________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છઠ્ઠી વાત - મૃત્યુની તલવાર, દરેક જીવના માથા પર લટકી રહેલી છે. જ્યારે એ તલવાર માથા પર તૂટી પડે તે નિશ્ચિત હોતું નથી. છેલ્લી સાતમી વાત - આ ભવસંસાર દુઃખમય છે અને દુઃખાંત છે!
માટે આપ મને અનુમતિ આપો કે હું સર્વજ્ઞકથિત સાધુધર્મનો સ્વીકાર કરું. મારું જીવન સફળ કરું.”
બ્રહ્મદને શાંત ચિત્તે શિખીકમારની વાતો સાંભળીને ગદ્દગદ સ્વરે કહ્યું : “વત્સ, સાધુધર્મના પાલન માટે આ તારો સમય ઉપયુક્ત નથી.”
પિતાજી, શું મૃત્યુ માટે કોઈ અકાલ છે? તેવી રીતે સાધુધર્મ માટે કોઈ અકાલ નથી!
૦ ૦ ૦ બ્રહ્મદત્ત મૌન રહ્યા. પિંગલે વાતનો દોર પકડી લીધો. તેણે કુમારને કહ્યું :
કુમાર, તું કોઈની વાતો સાંભળીને ભ્રમણામાં અટવાયો લાગે છે. પહેલી વાત તો એ છે કે કોઈ જીવ પરલોકમાં જતો જ નથી! તું જાણે છે જીવતત્ત્વ કેવી રીતે ઉત્પન્ન થાય છે? પંચભૂતમાંથી જીવ જન્મે છે ને પંચભૂતમાં વિલીન થઈ જાય છે.... “પરલોક તો મિથ્યા કલ્પના છે. દુનિયામાં કહેવાય છે કે, “આ પુરુષ મરી ગયો.” એનો અર્થ પંચભૂતનું વિસર્જન થઈ ગયું - એમ કરવાનો છે. તું શું એમ માને છે કે વૃક્ષની ડાળ પર બેઠેલી ચકલી જેમ ઊડી જાય છે તેમ જીવ ઊડીને બીજી ગતિમાં જાય છે? ના રે, પરલોક છે જ નહીં. “પરલોક' નો વિચાર તારા મનમાંથી કાઢી નાંખ. પરલોકના ભયથી, મળેલા વિપુલ વૈષયિક સુખોનો ત્યાગ કરવાની ભૂલ ના કર.'
શિખીકુમારે સ્વસ્થ ને સંતુલિત શબ્દોમાં કહ્યું : હે પૂજ્ય, તમે જે વાત કરી તે અસંગત વાત છે. આમ તો હું જ અસંગતતા સિદ્ધ કરતા, પરંતુ અહીં ગુરુદેવ બેઠેલા છે, તેઓની સમક્ષ મારે તમને જવાબ આપવો ઉચિત નથી. ગુરુદેવ પોતે જ તમારી વાતની અસંગતિ સમજાવશે.”
પિંગલે કહ્યું : “ભલે, હું આચાર્ય સાથે વાદ-વિવાદ કરીશ તેમને મારી વાતની યથાર્થતા સમજાવીશ.”
આચાર્યદેવે કહ્યું: “હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે કુમારને કહ્યું કે એને કોઈએ ભ્રમિત કર્યો છે, ઠગ્યો છે. પરંતુ તમે કુમારની આંતરિક યોગ્યતા કદાચ નથી જાણતા. જન્મજન્માંતરના અભ્યાસથી તેનામાં આત્મકલ્યાણની ભાવના પ્રગટી છે. તેનાં કર્મબંધન ઘણાં તૂટી ગયાં છે, જિનવચન સાંભળવાથી તેના મોહનીય કર્મનો ક્ષયોપશમ થયો છે. તેના કારણે એને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થયું છે. ભવસ્વરૂપને યથાર્થરૂપે જાણીને તે
ભાગ-૧ = ભવ ત્રીજો
For Private And Personal Use Only