________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IYપhil
મહામંત્રી બ્રહ્મદત્ત અશોકવનમાં આવ્યા. હાથી પરથી નીચે ઊતર્યા. પિંગલની સાથે તેઓ જ્યાં આચાર્ય હતાં ત્યાં ગયા. તેમની પાછળ-પાછળ અનેક નગરજનો પણ અશોકવનમાં આવ્યા. મહામંત્રીએ આચાર્યશ્રીને પ્રણામ કર્યા, આચાર્યદેવે "ધર્મલાભની આશીર્વાદ આપ્યો.
શિખીકુમારે પોતાના પિતાજીને જોયા. તે ઊભો થઈ ગયો અને પ્રણામ કર્યા. બ્રહ્મદત્ત અને પિંગલ આચાર્યની સમક્ષ વિનયપૂર્વક બેઠા, પરંતુ તેમની ભીની આંખો તો શિખી તરફ જ મંડાયેલી હતી. શિખી બ્રહ્મદત્તની પાસે આવીને બેસી ગયો.
તેણે બ્રહ્મદત્તને કહ્યું: “પિતાજી, આપે ક્યારેય પણ મારી પ્રાર્થનાને નકારી નથી, તો હવે બસ, મારી એક જ પ્રાર્થનાને પૂર્ણ કરશો?’
બ્રહ્મદરે કહ્યું : “વત્સ, કહે તારું શું પ્રિય કરું? મારું જીવન તને આધીન છે, મારા પ્રાણ તારા માટે જ છે...”
શિખીએ કહ્યું : “પિતાજી, આપ આ સંસારના સ્વરૂપને સારી રીતે જાણો છો, અને સંસારને અનુભવેલો છે. એટલે વિશેષ નથી કહેતો, પરંતુ મારા મનમાં ને હું સમજ્યો છું તે આપને કહું છું.
પહેલી વાત - આ મનુષ્ય જીવન ખરેખર દુર્લભ છે. જેવી રીતે રાધાવેધ કરવો. મુશ્કેલ હોય છે, તેમ મનુષ્યજીવન મળવું મુશ્કેલ છે. એ મળી ગયું છે, તો મારે મારા જીવનને ચારિત્રધર્મના પાલનથી સફળ બનાવવું છે.”
બીજી વાત - પ્રિયજનોના સમાગમ, સંધ્યા સમયે વૃક્ષની ડાળ પર બેઠેલા પક્ષીઓના મેળા જેવા અનિત્ય છે. માત્ર એક રાતનો સમાગમ... પ્રભાતે જેમ પક્ષીઓ પોતપોતાની દિશામાં ઊડી જાય છે, તેમ આયુષ્યની ડાળ પર બેઠેલા આપણે, આયુષ્ય પૂર્ણ થતાં... જુદા પડી જઈએ છીએ.
ત્રીજી વાત - વૈભવ અને સંપત્તિ, વીજળીના ઝબકારા જેવાં ચંચળ છે અને ભયંકર અનર્થોનું કારણ છે.... એ મેં આ આચાર્યદેવની આઠ-આઠ જન્મોની કથા સાંભળીને જાણ્યું છે... ધનસંપત્તિ પર સાચે જ મમત્વ કરવા જેવું નથી,
ચોથી વાત - પુષ્પના યૌવન જેવું મનુષ્યનું ક્ષણિક યૌવન છે. પુષ્પ સવારે ખીલે છે ને સાંજે કરમાઈ જાય છે. તેવી રીતે યૌવન ખીલે છે... અને કરમાઈ જાય છે. જરાવસ્થા યૌવનને ગ્રસી લે છે.
પાંચમી વાત - ભોગ-પિપાસા પરલોકને બગાડનારો છે. વૈષયિક સુખ-ભોગ વિષ જેવાં છે, હળાહળ ઝેર જેવા છે.
શ્રી સમરાદિત્ય મહાકથા
૪૭
For Private And Personal Use Only