________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચન્દ્ર પ્રવેશ કર્યો હોય તેવું લાગ્યું. તેમના દેહમાં સૂર્યનો વાસ થયો લાગ્યો. તેમની આંખોમાં અમૃતકુંભ ઠલવાયેલો લાગ્યો...'
મેં કુમારને પ્રણામ કરીને કહ્યું : “કુમાર, મહામંત્રીજી તમારી પ્રતિક્ષા કરી રહ્યા છે. તમારા વિના તેમની સ્થિતિ પાણી વિનાની માછલી જેવી છે. આપ જલદી પધારો, હું અશ્વ લઈને આવ્યો છું.”
ત્યારે કુમારે મને કહ્યું : “મારા ઉપકારી પિતાજીને કહેજો કે તમારા પુત્રે હત્યાગ કર્યો છે... ગૃહવાસ અનેક અનર્થોથી ભરેલો છે. અનેક દુઃખોથી ભરેલો છે. સમગ્ર જીવલોક દુઃખમય છે. માટે મારું મન સંસારથી વિરક્ત બન્યું છે. હું આ ઉપકારી આચાર્યદેવના ચરણે સમર્પિત બની ગયો છું. મારું જીવન એમને સોંપી દીધું છે. મારા પિતાને મારાં વંદન કહેજો. મને કોઈનાય પ્રત્યે દ્વેષ નથી, અભાવ નથી. સર્વે જીવો પ્રત્યે મૈત્રી છે...'
કુમારનાં મધુર... છતાં જ્ઞાનપૂર્ણ વચનો સાંભળીને હું.... ગદ્દગદ થઈ ગયો... મારી આંખો રડી પડી, કુમારે કહ્યું :
તમે શા માટે રડો છો? હું સારા માર્ગે જઈ રહ્યો છું. મારા પિતા જાણશે ત્યારે તેઓ આનંદિત થશે... હા, પ્રિય વ્યક્તિનો વિરહ દુઃખ તો કરાવે છે. પણ મારા પિતા વિવેકી છે. તેઓ શીધ્ર મારા વિરહના દુઃખથી મુક્ત થઈ શકશે. મારા પર એમના અનેક ઉપકાર છે. એ ઉપકારનો બદલો હું ક્યારે વાળશ? વાળીશ જરૂર. તમે જાઓ અને મારા પિતાજીને મારો વૃત્તાંત કહી સંભળાવો. આચાર્યશ્રી વિજયસિંહ આ ઉદ્યાનમાં બિરાજેલા છે, એમની પાસે જ હું રહેવાનો છું.'
મહામંત્રીજી, હવે આપને જેમ ઉચિત લાગે તેમ કરો.' કોટવાલ બાજુ પર જઈને ઊભો રહ્યો. મહામંત્રીએ પિંગલની સામે જોયું. પિંગલે કહ્યું : “ચાલો, આપણે અશોકવનમાં જઈએ! હું કુમારને સમજાવીશ. જરૂર પડશે તો આચાર્ય સામે પણ વાદ-વિવાદ કરીશ... અને આપણે કુમારને ઘરે લઈ આવીશું.”
મહામંત્રીએ કહ્યું : “પિંગલ, જિનમતના મહાન આચાર્ય પાસે એમ જ સામાન્ય રીતે ના જવાય. હું રાજ્યના મહામંત્રી છું. મારા પદ અને મોભાને અનુરૂપ આડંબરથી જવું જોઈએ. આચાર્યને પણ ખ્યાલ આવવો જોઈએ કે “આ કુમાર કોઈ સામાન્ય ઘરનો છોકરો નથી, કૌશામ્બીના મહામંત્રીનો પુત્ર છે..! માટે મારો હાથી તૈયાર કરો.. કોટવાલજી, તમે પણ પચાસ ઘોડેસ્વારો સાથે તૈયાર થાઓ. આચાર્યની પૂજા માટે અક્ષત, નારિયેળ વગેરે સામગ્રી લો... અને કુમાર માટે ભોજનસામગ્રી લઈ લો. હું પણ ઉદ્યાનમાં જ કુમાર સાથે ભોજન કરીશ.'
19
ભાગ-૧ છે ભવ ત્રીજો
For Private And Personal Use Only