________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કોઈના મનમાં જરા પણ શંકા રહી ન હતી. આ વખતે મહાતપસ્વી પારણું કરીને, પ્રસન્ન ચિત્તે પાછા આવશે.” એમ માનીને સર્વે તાપસો સ્નાન, ઈશ્વરપ્રણિધાન અને હોમહવન આદિ નિત્યક્રમમાં જોડાઈ ગયા હતા.
તપોવન, નિરંતર વહેતી સરયુના કિનારે વસેલું હતું. તાપસો નદીના પ્રવાહમાં રોજ સ્નાન કરતા હતા. કેટલાક તાપસી સ્નાન કરીને તપોવનમાં આવ્યા. તેમણે આમ્રવૃક્ષોની પંક્તિના માર્ગે ચાલતાં. અગ્નિશર્માને એના આસન પર બેઠેલો જોયો! તેઓ ચોંકી ઊઠ્યા. તેમણે ધારી-ધારીને અગ્નિશમને જોયો... “આ મહાતપસ્વીને આજે પણ પારણું થયું લાગતું નથી.” તેઓ ધીમે ધીમે અગ્નિશર્મા પાસે ગયા. તેમણે પૂછયું :
હે ભગવંત, આપનું શરીર અત્યંત દુર્બળ દેખાય છે. શરીર પર વિલેપન કે પુષ્પોપચાર દેખાતો નથી. તો શું આજે પણ પારણું નથી થયું કે શું?”
અગ્નિશર્માએ બે જ શબ્દોમાં જવાબ આપ્યો : “નથી થયું.' તાપસીએ ચિંતિત સ્વરે પૂછયું : “ભગવંત, પારણું કેમ ન થયું? શું હજુ સુધી આપ ગુણસેન રાજાના મહેલે નથી ગયા?'
અગ્નિશર્માએ રૂક્ષ સ્વરે કહ્યું : “ગયો હતો.' “તો પછી પારણું કેમ ન થયું?” આઠ-દસ તાપસોએ એકસાથે પૂછ્યું. તેઓ અગ્નિશર્માની સામે જમીન પર બેસી ગયા. થોડી ક્ષણ મૌન રહી, અગ્નિશર્માએ કહ્યું : તમે સહુ તાપસો નથી જાણતા, પરંતુ આ રાજા બાલ્યકાળથી જ વિના અપરાધે મારા પ્રત્યે વેરભાવ રાખે છે. બાલ્યકાળમાં અને પછી તરુણ અવસ્થામાં એણે મને કેવો ત્રાસ આપ્યો હતો.. એનું વર્ણન કરે તો તમને એ નરકનો પરમાધામી લાગે. તમે એ રાજાનું મોટું જોવાનું પસંદ ના કરો. એના ઘોર ત્રાસથી કંટાળીને તો હું આ તપોવનમાં આવ્યો હતો. લાખો વર્ષ વીત્યા પછી, એ રાજા પુનઃ મને અહીં મળી ગયો. એનો વિનય, એની સેવા-ભક્તિ અને એનો સારો વ્યવહાર જોઈને મને લાગ્યું હતું કે હવે ખરેખર, રાજા સુધરી ગયો છે. એણે પૂર્વે કરેલી મારી કદર્થનાનો પશ્ચાત્તાપ થયો છે. એટલે પારણા માટે એની વિનંતી હું સ્વીકારતો ગયો...
પણ, હું એને ઓળખી ના શક્યો.. હવે જ મને એની સાચી ઓળખાણ થઈ. તેનો વિનય માત્ર દંભ છે. તેની સેવા-ભક્તિ માત્ર કપટ છે... હજુ તેના મનમાં મારા પ્રત્યે તીવ્ર વેરભાવ છે. મારો ઘોર ઉપહાસ કરવા જ એ મને પારણાનું આમંત્રણ આપે છે અને પછી બહાનાં ઊભાં કરીને મને પારણું કરાવતો નથી.
આજે મારો પારણાનો દિવસ જાણીને તેણે નગરમાં અણધાર્યો મહોત્સવ પ્રવર્તાવ્યો
ભાગ-૧ ( ભવ પહેલો
For Private And Personal Use Only