________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. હું મહેલના આંગણામાં ગયો... ત્યાં હજારો લોકો નાચી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા, વાજિંત્રો વગાડી રહ્યા હતા... ત્યાં કોઈએ મારી સામે પણ ના જોયું... કોઈએ આદર-સત્કાર ના કર્યો... એટલે ત્યાં જ મને જ્ઞાન થયું ‘રાજા જાણી બૂજીને આજે પણ મારું પારણું ચૂકાવવા ઈચ્છે છે.' હું તરત જ બહાર નીકળી ગયો, અને અહીં આવી ગયો.’ બોલતાં-બોલતાં અગ્નિશર્મા હાંફી ગયો હતો. એક વૃદ્ધ તાપસે મૃદુ શબ્દોમાં કહ્યું :
‘હે મહાત્મન્, તપસ્વીજનો તરફ અપાર વાત્સલ્ય ધરાવતા ગુણસેન રાજામાં આવી વાત સંભવિત લાગતી નથી. છતાં આ અસાર જીવલોકમાં જીવો વિચિત્ર આશયવાળા હોય છે. કંઈ પણ અસંભવિત નથી આ જીવલોકમાં. સર્વત્ર કષાયોનું
સામ્રાજ્ય છે.’
અગ્નિશર્મા પાસે વધુ સમય બેસવું ઉચિત ન લાગવાથી તાપસો ત્યાંથી ઊભા થયા અને કુલપતિના આવાસ તરફ ચાલ્યા. વૃદ્ધ તાપસે કહ્યું : 'કુલપતિ આજના આ વૃત્તાંતથી અજાણ હશે. માટે તેઓને જાણ કરીએ.'
તાપસોએ કુલપતિના આવાસમાં પ્રવેશ કરી, વિનયથી પ્રણામ કરી નિવેદન કર્યું : ‘હૈ પૂજ્ય, મહાતપસ્વી અગ્નિશર્મા પારણું કર્યા વિના પાછા આવી ગયા છે ને એમના સ્થાને બેસી ગયા છે...'
કુલપતિ બેબાકળા થઈ ગયા. તેમના મુખ પર ચિંતા... ગ્લાનિ અને ખેદની રેખાઓ ઊપસી આવી... આંખોમાં ભય તરી આવ્યો. કોઈ અનર્થની આશંકાથી, તરત જ તેઓ અગ્નિશર્મા પાસે પહોંચ્યા.
કુલપતિને પોતાની તરફ આવતા જોઈને અગ્નિશર્મા પોતાના આસનેથી ઊભો થયો. તેણે કુલપતિનો પૂજા-સત્કાર કર્યો. કુલપતિએ પૂછ્યું :
'વત્સ, શું આજે પણ તારું પારણું ના થયું? અહો, રાજા ગુણસેનનું કેવું અનુચિત પ્રમાદી આચરણ?' કુલપતિએ સહાનુભૂતિ બતાવી.
‘ભગવંત, રાજાઓ પ્રમાદી જ હોય છે. એમાં તેનો શો દોષ? ખરો દોષ તો મારો જ છે. મેં આહારની ઇચ્છા રાખી... માટે એને ત્યાં પારણા માટે જવાનું થયું. અને એણે મારો પરાભવ કર્યો... પરાભવનું બીજ છે આહારની સ્પૃહા. માટે હમણાં જ મેં જીવનપર્યંત આહારનો ત્યાગ કર્યો છે, મેં અનશન કરી લીધું છે. માટે આપને વિનંતી કરું છું કે આ વિષયમાં મને આપે બીજી કોઈ આશા ના કરવી.’
કુલપતિએ કહ્યું : ‘વત્સ, જો તે યાવજ્જીવ આહારત્યાગની પ્રતિજ્ઞા કરી જ લીધી છે, તો હવે બીજી કોઈ આજ્ઞા કરવાની ક્યાં રહે છે? પરંતુ વત્સ, તપસ્વીજનો ગ્રહણ કરેલી પ્રતિજ્ઞાનું દૃઢતાથી પાલન કરનારા હોય છે. તું તારી પ્રતિજ્ઞાનું દૃઢતાર્થી પાલન કરજે. એક વાત ધ્યાનમાં રાખજે-રાજા ગુણસેન પ્રત્યે દ્વેષ ન કરીશ. સર્વે શ્રી સમરાદિત્ય મહાકા
E
For Private And Personal Use Only