________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કિંચિત
(પ્રથમ ભાવૃતિdiklog નિવેદન) આચાર્ય હરિભદ્રસૂરિજી (ઇ.સ.
૮૦ આસપાસ) વિરચિત “સમરાઇ કહા' (પ્રાકૃત ભાષા) જ્યારે મેં વાંચેલી, મને એ મહાકથા ખૂબ જ ગમી ગયેલી. ત્યાર પછી ચાતુર્માસિક વ્યાખ્યાનોમાં એક-બે વાર વાંચેલી પણ ખરી, પરંતુ ચાર ભવથી આગળ પૂરી વંચાઈ શકેલી નહીં.
પ્રાકૃત ભાષામાં લખાયેલી આ કથા, પ્રાકૃત ભાષાના ઇતિહાસમાં અદ્વિતીય છે. જ્યા અલંકારથી આ કથા નથી શણગારાયેલી? કયા રસથી આ કથાને સુસ્વાદ્ય નથી બનાવાયેલી? બધી જ રસ અને બધા જ અલંકારોથી આ કથા સુવાચ્ય બનેલી છે. છતાં આ કથાનું એક જ ધ્યેય છે, એક જ નિશાન છે, અને તે છે ભવવૈરાગ્ય.
જો મનુષ્યમાં આંતરિક યોગ્યતા હોય, સરલતા અને ભાવુકતા હોય તો આ મહાકથા વાંચતા વાંચતાં એના હૃદયમાં વૈરાગ્ય-ભાવ પ્રગટે જ! એના કષાયોનો હિમાલય ઓગળે જ!
નવ-નવ જન્મો સુધી પથરાયેલી આ મહાકથા છે. બે આત્માઓના નવ-નવ જન્મોના સંઘર્ષની આ કથા છે. આ કથા લખતાં મેં ઘણા-ઘણા ભાવોની અનુભૂતિઓ કરી છે. ઘણાં સંવેદનો અનુભવ્યાં છે. કથાવસ્તુ તો મૂળ કથાલેખક આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીનું જ છે. મેં તે કથાની મર્યાદામાં રહીને જ કથાના પાત્રોને આધુનિક શૈલીમાં આલેખ્યાં છે. કેટલાક પ્રસંગોનું “એન્લાર્જમેંટ કર્યું છે. મૂળ ગ્રંથનાં કેટલાંક વર્ણનો છોડી દીધાં છે, તો ક્યાંક-ક્યાંક નવાં વર્ણન ઉમેરી પણ દીધાં છે. મૂળ ગ્રંથના કોઈ પાત્રને અન્યાય ન થાય એની પૂરેપૂરી કાળજી રાખી છે. કોઈ પ્રસંગ કે ઘટનાનું સમગ્ર રૂપ ન બદલાઈ જાય, તેની સાવધાની રાખી છે. મૂળ લેખકના આશયને વધુ વિશદ કરવા પ્રયત્ન કર્યો છે. એકંદરે, આ કથાનું આલેખન કરતાં મેં આનંદ અનુભવ્યો છે. આ લેખન મેં “સ્વાન્તઃસુખાય” કરેલું છે.
For Private And Personal Use Only