________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્ઞાનથી જ પુણ્ય અને પાપ જાણે છે. પાપોને જાણી, પાપોનો ત્યાગ કરી, મનુષ્ય નરકગ્ગત અને તિર્યંચગતિનાં દુ:ખોથી બચી જાય છે. પુણ્યકાર્યમાં પ્રવૃત્તિ કરવાથી તે મનુષ્યગતિ અને દેવગતિનાં ઉત્તમ સુખો પ્રાપ્ત કરે છે.
જ્ઞાનથી જ મનુષ્ય ‘મોક્ષ’ને સમજે છે, મોક્ષમાર્ગ પર ચાલે છે અને મોક્ષનાં સુખ મેળવે છે. એટલે જ્ઞાનદાન એ મોક્ષસુખનું દાન છે!
જ્ઞાનદાનનું અંતિમ ફળ, જ્ઞાનદાતાને સર્વજ્ઞતાની પ્રાપ્તિ છે. જ્ઞાનદાતા સર્વજ્ઞ વીતરાગ બને છે... આ રીતે જ્ઞાનદાતા અને જ્ઞાનગ્રાહક, બંનેના માટે જ્ઞાનદાન હિતકારી છે.'
શિખીકુમારે કહ્યું : ‘ભગવંત, આપ નિરંતર જ્ઞાનદાન આપીં જ રહ્યા છો... મારા જેવા અનેક જીવોનું હિતકરી જ રહ્યા છો... આપે જ્ઞાનદાનનો મહિમા સમજાવ્યો, તે યથાર્થ જ છે.'
કુમાર, હું તને બીજું અભયદાન સમજાવું છું.
જીવોની હિંસા ના કરવી, ના કરાવવી અને જેઓ હિંસા કરતા હોય તેને સારી ના માનવી, એ અભયદાન કહેવાય. મન-વચન અને કાયાથી હિંસાનો ત્યાગ કરવાનો છે. આવું અભયદાન સાધુપુરુષો આપતા હોય છે. તેઓ એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જીવોને અભય આપે છે.
કુમાર, સંસારના સર્વ જીવો હંમેશાં જીવવાની અભિલાષા રાખે છે, માટે તેમને પ્રિય હોય એ જ કરવું. એ જીવોને જીવવા દેવાના. ખરેખર તો સામા જીવને જે પ્રિય હોય તે આપીએ-એ સાચું દાન છે. જીવોર્ન પોતાનું જીવન પ્રિય હોય છે... માટે તેમને અભય આપવું જોઈએ.
અભયદાન આપનાર મનુષ્ય, જન્માંતરોમાં દીર્ઘ આયુષ્ય પામે છે, સુંદર રૂપ પામે છે અને શરીરની નીરોગિતા પામે છે. અભયદાતા મનુષ્ય શ્રેષ્ઠ લોકપ્રિયતા પામે છે.
બીજા જીવોને જીવવા દેવા, એ અભયદાન છે.’
શિખીકુમારે કહ્યું : ‘આવું અભયદાન તો માત્ર સાધુપુરુષો જ આપી શકે...' આચાર્યશ્રીએ કહ્યું : ‘આંશિક રીતે અભયદાન શ્રાવકો પણ આપી શકે.'
ત્રીજું દાન છે : ‘ધર્મોપગ્રહ દાન, ધર્મ એટલે ચારિત્રધર્મ. જે મહાત્માઓ ચારિત્રધર્મનું પાલન કરે છે, તેમને ઉપયોગી બને તેવી વસ્તુઓનું દાન આપવું જોઈએ. સાધુને યોગ્ય આહાર પાણી, વસ્ત્ર, પાત્ર, ઔષધ, મકાન, આસન, પાટ-પાટલા વગેરે આપવું, એ ધર્મોપગ્રહદાન કહેવાય,
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
vou