________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
L'us77
તીર્થકર ભગવંતે કહ્યું : “વિજયસિંહ, તારું દેવલોકનું આયુષ્ય પૂર્ણ થયું, તું આ લક્ષ્મીનિલય નગરમાં શ્રેષ્ઠી સાગરદત્તની પત્ની શ્રીમતના પેટે અવતર્યો... તારો જન્મ થયો, તારું નામ વિજયસિંહ પાડવામાં આવ્યું.
જ્યારે શ્રીદેવીએ અસંખ્ય વર્ષ નરકમાં ઘોર દુઃખો સહ્યાં. નરકનું આયુષ્ય પૂર્ણ થયા પછી તે તિર્યંચગતિમાં ભટકી.. ભટકતાં ભટકતાં એ એકેન્દ્રિય વનસ્પતિમાં આવી એ જ આ નાળિયેરીના વૃક્ષરૂપે છે!
મારી ભવપરંપરા સાંભળીને મને વૈરાગ્યે થયો. મેં ત્યાં સમવસરણમાં જ, ભગવંતની સમક્ષ, મહારાજાની અનુમતિ લીધી અને પેલો ખજાનો બહાર કાઢ્યો. દીન, અનાથ અને દુ:ખી જીવોને એ ધન આપી દીધું. અને આચાર્ય વિજયધર્મની પાસે ચારિત્રધર્મ સ્વીકાર્યો.
શિખીકુમારે આચાર્ય વિજયસિંહની જન્મ-જન્માંતરની કથા, એમના જ શ્રીમુખે સાંભળી, તેનું ચિત્ત અનેક વિચારોમાં ખોવાઈ ગયું હતું... તેને તેની માતા જાલિની યાદ આવી અને પિતા બ્રહ્મદત્ત પણ યાદ આવ્યા. તેણે આચાર્યદેવને કહ્યું :
ગુરુદેવ, આ સંસાર ખરેખર એવો જ છે.... આપે ચારિત્રધર્મ સ્વીકારી ઉત્તમ કાર્ય કર્યું... ગુરુદેવ, મનુષ્યના માટે ધર્મ જ ઉપાદેય છે, તો કૃપા કરીને મને મૂળભૂત ધર્મ સમજાવવાની કૃપા કરો.”
આચાર્યશ્રી વિજયસિંહે કહ્યું : “કુમાર, તીર્થકરોએ મૂળભૂત ઘર્મ ચાર પ્રકારનો બતાવ્યો છે.
૧. દાનધર્મ. ૨. શીલધર્મ. ૩. તપધર્મ. ૪. ભાવધર્મ. પ્રથમ દાનધર્મ ત્રણ પ્રકારનો છે ? જ્ઞાનદાન, અભયદાન અને ધર્મોપગ્રહ દાન.
સર્વપ્રથમ હું તને જ્ઞાનદાન સમજાવું છું. જે મહાનુભાવો સર્વજ્ઞભાષિત જ્ઞાન બીજાઓને આપે છે, તેઓ ખરેખર સુખોનું જ દાન આપે છે. કારણ કે મનુષ્ય
ભાગ-૧ ભવ ત્રીજો
For Private And Personal Use Only