________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શિખીકુમારે પૂછ્યું : ‘ગુરુદેવ, દાન આપનારે કેવી ભાવનાથી આપવું જોઈએ ? અને કેવા દ્રવ્યનું આપવું જોઈએ?
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આચાર્યદેવે કહ્યું : ‘કુમાર, આ લોકનાં કે પરલોકનાં સુખ મેળવવાની ઇચ્છા વિના દાન આપવું જોઈએ.’ ‘મારાં કર્મોની નિર્જરા થાઓ...’ આ ભાવનાથી દાન આપવું જોઈએ, પરંતુ.
* હું દાન આપીશ તો મારો યશ ફેલાશે,
* હું દાન આપીશ તો મને સુખ મળશે...
* હું પણ દાન આપી શકું છું! આવા અભિમાનથી આપેલા દાનનું વિશેષ ફળ નથી મળતું...
* જેમનાં ચિત્ત અજ્ઞાન અને મોહથી કલુષિત હોય છે, તેવા મનુષ્ય ઘણું દાન આપતા હોય, છતાં વિશેષ ફળ નથી મળતું.
* જેઓ જિનાજ્ઞા વિરુદ્ધ દાન આપે છે, તેઓ દાન આપવા છતાં સંસારમાં ભટકી જાય છે.
શિખીકુમારે પૂછ્યું : ‘ગુરુદેવ, દાન લેનારની પણ યોગ્યતા હોવી જોઈએ ને?' ‘હોવી જ જોઈએ. ગુણવાન, જ્ઞાનવાન, શ્રદ્ધાવાન અને ચારિત્રવાન મહાત્માઓ દાન ગ્રહણ કરવા માટે યોગ્ય છે.’
‘ભગવંત, દાન આપવા માટે શું સમય-કાળ જોવો આવશ્યક હોય છે?’
‘દાન યોગ્ય કાળે આપવું જોઈએ. નિર્દોષ વસ્તુઓનું દાન આપવું જોઈએ. ખેડૂત યોગ્ય કાળે ખેતી કરે છે તો એને સારો પાક મળે છે, તેમ મહાત્માઓને યોગ્યકાળે દાન આપવામાં આવે તો તે મહાન ફળને આપે છે.’
શિખીકુમારે પૂછ્યું : ‘ભગવંત, દાન આપનારના ભાવની પ્રધાનતા હોવી જોઈએ
ને?”
‘અવશ્ય, ભાવની પ્રધાનતા હોવી જ જોઈએ. દાન આપતી વખતે, દાતાનું ચિત્ત ઉલ્લસિત જોઈએ. તેનું શરીર રોમાંચિત થઈ જવું જોઈએ. ‘મને સુપાત્રદાન આપવાનો ધન્ય અવસર મળી ગયો!' આવો ઉલ્લાસ જોઈએ.
‘ગુરુદેવ, આ તો આપે સુપાત્રદાનની વાત કરી, શું તીર્થંકર ભગવંતોએ અનુકંપાદાન આપવાની ના પાડી છે?'
dos
‘નહીં, તીર્થંકરોએ અનુકંપાદાન આપવાની ક્યારે પણ ના નથી પાડી. અનુકંપાદાન પણ આપવું જ જોઈએ.
કુમાર, આ રીતે તને દાનધર્મ સમજાવ્યો. હવે તને શીલધર્મ સમજાવું છું :
ભાગ-૧
ભવ ત્રીજો
For Private And Personal Use Only