________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બહાર નહીં નીકળી શકીએ. જયપુરની, મહારાજાને વફાદાર સેનાએ કારાવાસને ઘેરો ઘાલ્યો છે. નગરમાં વાત ફેલાઈ ગઈ છે કે “કુમારે મહારાજાના મસ્તક પર તલવારનો પ્રહાર કરી, મહારાજાની પૂર હત્યા કરી છે..'
કુમાર બરાડી ઉઠ્યો : “કરી છે હત્યા, મેં રાજાની હત્યા કરી છે. હું ધારું એને મારી શકું છું.. એમાં સેનાને કે પ્રજાને શી લેવાદેવા?'
“ઘણી લેવા-દેવા છે મહારાજ કુમાર, પોતાના પ્રિય મહારાજાની હત્યા થાય, તેને પ્રજા કે સેના, કોણ સહન કરે? મહારાજા તો લાખો જનોના પ્રિય રાજા હતા. તેમની અજેય સેનાના તેઓ માનવંતા અધિપતિ હતા... મહારાજકુમાર, આ કારાવાસમાંથી બહાર જવું મુશ્કેલ બનશે... પ્રજાજનો તો કારાવાસનાં દ્વારા તોડીને અંદર આવવા ધમાલ કરી રહ્યા છે... પરંતુ ચારે બાજુ સેનાએ ઘેરો ઘાલ્યો છે. સેનાના મુખ્ય-મુખ્ય સેનાપતિઓ તલવાર, ભાલા.. કટારીઓ... વગેરે શસ્ત્રો સાથે તૈયાર ઊભા છે. આપના પ્રાણ સંકટમાં છે.
આનંદ ધીરો પડ્યો. તેના મુખ પર ભયની રેખાઓ ઊપસી આવી. તેણે કહ્યું : કારાવાસમાંથી બહાર નીકળવાનો ગુપ્તમાર્ગ છે ને? તેને ખોલી નાંખો... હું ત્યાંથી બહાર નીકળી જઈશ. પછી બધું સંભાળી લઈશ...'
કુમાર પુન: મહારાજાનો લોહીથી લથપથ દેહ જ્યાં પડ્યો હતો, ત્યાં ગયો. તેણે મહારાજાના દેહ સામે જોયું. દેહમાં સળવળાટ થતો જોયો... ને તે ચમક્યો...” અરે, હજુ આ તો જીવે છે. હું અહીંથી ચાલ્યો જઈશ... પછી એને જિવાડનારા આવી પહોંચશે... એ બચી જશે... ના, ના, એનું માથું જ ધડથી જુદું કરી દઉં...”
એ દુષ્ટ “નમો જિણા'નો જાપ કરતાં મહારાજાના ગળા ઉપર તલવાર ઝીંકી દીધી. અને ત્યાંથી ઝડપભેર બહાર દોડ્યો.
મહારાજાનું સમાધિ-મૃત્યુ થયું. મૃત્યુનો મહોત્સવ તેમણે એકલાએ એકાંતમાં ઊજવ્યાં.
દેહ, કારાવાસની કોટડીમાં પડ્યો રહ્યો, તેમનો આત્મા પહોંચી ગયો ‘સનતકુમાર નામના દેવલોકમાં. ત્યાં ઉત્પન્ન થતાંની સાથે જ રૂપ, તેજ અને લાવણ્યથી ભરપૂર દિવ્ય યૌવન અવસ્થાવાળો દેહ મળ્યો... ન કોઈ રોગ કે ના કોઈ વ્યાધિ! અસંખ્ય વર્ષોનું આયુષ્ય મળ્યું..
0 0 એ જાણવા નથી મળતું કે આનંદે રાજા બનીને કેટલાં વર્ષ રાજ્ય કર્યું. એટલું જ જાણવા મળે છે કે તેણે રાજ્ય કર્યું હતું. સામંત રાજા દુર્મતિએ તેને દગો દીધો હતો... અને જ્યારે એનું મૃત્યુ થયું. મરીને એ “રત્નપ્રભા’ નામની પહેલી નરકમાં ઉત્પન્ન થયો હતો.
રૂપ૪
ભાગ-૧ ૪ ભવ બીજો
For Private And Personal Use Only