________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારામાં અનંત આનંદ છે! હું આનંદમય છું. હું અનુભવું છું કે હું ઉપર ને ઉપર જઈ રહ્યો છું... જ્યાં નિત્ય પ્રકાશ છે... જ્યાં નિત્ય આનંદ છે... આ પાર્થિવ દુનિયાથી હું દૂર... દૂર જઈ રહ્યો છું.
૦ ૦ ૦ કુમાર આનંદમાં શેતાને પ્રવેશ કર્યો હતો. તીવ્ર વેષ અને પ્રગાઢ વેરની વિચારણામાં તે ધમધમી ઊઠ્યો હતો,
આ રાજાએ જીવનપર્યત મારા ઉપર સ્નેહ હોવાનો દંભ જ કર્યો. એના હૃદયમાં મારા પ્રત્યે ઘોર દ્વેષ ભરેલો હતો. એ મને શત્રુ જ માનતો હતો... છેલ્લે છેલ્લે પણ એ મને મારી નાંખવા માગતો હતો... એ મને શું મારે? મેં એને યમરાજ પાસે મોક્લી આપ્યો. - હવે હું સ્વયં મારો રાજ્યાભિષેક કરાવીશ... પરંતુ એ પહેલાં મારે મંત્રીમંડળનો સામનો કરવો પડશે. જયપુરની સેનાનો સામનો કરવો પડશે અને વિશાળ જનસમૂહનો સામનો કરવો પડશે. જ્યાં આ રાજાના મૃત્યુના સમાચાર ફેલાયા... કે ભયંકર તોફાનો ફાટી નીકળશે. એમાંય જ્યારે લોકો જાણશે કે આનંદે પોતાના પિતાનો વધ ર્યો...' ત્યારે મારા તરફ સૈનિકો ધસી આવશે... નાગરિક યુવાનો ધસી આવશે..
ભલે, જે થવું હોય તે થાય. આ રાજાને મારવાથી જ મને સંતોષ થયો છે... મારું ઉત્તેજિત મન શાન્ત થયું છે. અલબત્ત, મેં મારી સુરક્ષાનો પ્રબંધ તો કરી જ દીધો છે... દુર્મતિની પરાક્રમી સેનાને મેં બોલાવી લીધી છે. જયપુરની સેનાને તે પહોંચી વળે એવી સેના છે... અને હવે ક્યાં છે મહાસેનાપતિ જયપાલ? એ દુષ્ટ,.. ત્યારે જો મારા હાથ પર પ્રહાર કરીને, મને નિઃશસ્ત્ર કરીને બાંધી લીધો ના હોત તો હું ત્યાં જ આ રાજાને પતાવી દેત... પરંતુ એ સેનાપતિ શી ખબર ક્યાંથી ફૂટી નીકળ્યો...? એ તો આ વૃદ્ધ રાજાએ એના પોતાના સોગંદ આપ્યા... અને જયપાલે મારો શિરચ્છેદ ના કર્યો.. નહીંતર. પેલો દુર્મતિ મારી સહાયતા નહોતો કરવાનો... એ જયપાલથી ખૂબ ડરે છે. એ વખતે રાજાને વળી મારા ઉપર હેત ઊભરાઈ ગયું...મને બચાવી લીધો.
રાજનીતિમાં વળી દયા શાની કરવાની હોય? એણે કરેલી દયા એને જ ભારે પડી ગઈ. હું રાજનીતિમાં ન્યાય-નીતિ કે દયાબયાને માનતો નથી. રાજનીતિમાં છલ અને કપટ જ પ્રધાન તત્ત્વો છે, હિંસા અને ક્રૂરતા પ્રધાન અંગો છે. રાજનીતિમાં સંબંધનિષ્ઠાને કોઈ સ્થાન નથી. આજનો મિત્ર કાલે શત્રુ બની શકે. આજનો શત્રુ કાલે મિત્ર હોય... રાજનીતિમાં કાર્યસાધક દષ્ટિ જ રાખવી પડે..”
કારાવાસની બહાર મોટો પ્રચંડ કોલાહલ થવા લાગ્યો. કારાવાસના અધિકારીએ કુમારને કોટડીની બહાર બોલાવીને કહ્યું : “મહારાજકુમાર, કારાવાસમાંથી આપણે શ્રી સમરાદિત્ય મહાકથા
13
For Private And Personal Use Only