________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
IY૪૮)
કુમાર આનંદ રોષથી ધમધમી ઊઠ્યો હતો. તેના મુખ પર પ્રચંડ રોષની રેખાઓ ઊપસી આવી હતી. તેની આંખોમાં લાલ અંગારા સળગી ઊઠ્યા હતા. તેણે બે પગ પહોળા કર્યા. એક હાથે એણે તલવાર ઉગામી. અને પદ્માસને બેઠેલા મહારાજાના મસ્તક પર જોરથી પ્રહાર કરી દીધો...
મહામંત્રી દેવશર્મા ધ્રુજી ઊઠ્યા. તેમણે બે હાથે પોતાનું મુખ ઢાંકી દીધું. ને ઝડપથી બહાર નીકળી ગયા.
મહારાજાના મસ્તક પર ઊંડો ઘા થયો... ને લોહીની ધારા માથા પરથી શરીર પર વહેવા લાગી... કારાવાસની કોટડી લોહીથી રંગાઈ ગઈ...
મહારાજાના મુખમાંથી “નમો જિણાનો ધ્વનિ નીકળવા લાગ્યો. શ્વાસની ગતિ વધી ગઈ... છતાં તેઓ ભાનમાં હતા. તેમનું મન સ્વસ્થ હતું. તેઓ આવી મરાસન્ન સ્થિતિમાં... અને ઘોર વેદનાની સ્થિતિમાં પણ વિચારે છે :
કુમાર.. તારો કોઈ દોષ નથી. તારો કોઈ અપરાધ નથી. દોષ મારાં કર્મોનો છે... તું તો માત્ર નિમિત્ત બન્યો છે. પૂર્વજન્મોમાં મેં એવાં પાપકર્મ બાંધ્યા હશે. એ પાપકર્મનો આ વિપાક છે, ફળ છે. મારે એ ફળ ભોગવવું જ જોઈએ. સમતાભાવે ભોગવવું જોઈએ...'
જાણે કે શરીરની પીડા.. આત્માને સ્પર્શતી જ ના હોય.. એવી આત્મસ્થિતિમાં મહારાજા તાત્ત્વિક ચિંતન કરે છે. મસ્તક ચિરાઈ ગયું છે. ચહેરો લોહીથી નીતરી રહ્યો છે. વસ્ત્રો.... જમીન... બધું જ લોહી... લોહી થઈ ગયું છે. સામે રાક્ષસ સમો કુમાર હજુ રક્તરંજિત તલવાર સાથે ઊભેલો છે..
પરંતુ મહારાજાની આંખો બંધ છે. મન ઉપર જ્ઞાનનું દઢ કવચ છે... કોઈ રાગદ્વેષનો વિચાર મનમાં પ્રવેશી શકતો નથી. એક માત્ર જિનવચનોનું ચવર્ણ કરી રહ્યા છે,
હું વિશુદ્ધ આત્મા છું. હું જ્ઞાનમય છું. હું દર્શનમય છું... હું ચારિત્રમય છું.. હું અજર છું, હું અમર છું.. હું શિવ છું... અચલ છું... અરુજ છું.. હું અવ્યાબાધ છું...
ભાગ-૧ * ભવ બીજો
૩૨
For Private And Personal Use Only