________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BY CHI
"દેવી, સંધ્યા નમી ગઈ, છતાં આજે ઘરમાં દીવો કેમ નથી કર્યો?' ઘરમાં પ્રવેશતાં બ્રહ્મદત્ત જાલિનીને પૂછ્યું.
નથી કર્યો. જાલિનીએ ટૂંકો પ્રત્યુત્તર આપ્યો. ભોજન પણ તૈયાર નથી કર્યું? નથી કર્યું.' ‘હાથ-પગ ધોવા ઉણ જલ પણ તૈયાર નથી...' નથી.’ બ્રહ્મદને વસ્ત્રપરિવર્તન કરી, દીવો પેટાવ્યો. જાલિનીને ઘરના એક ખૂણામાં બેઠેલી જોઈ. તેના મુખ પર રોષ હતો. તેણે મેલાં વસ્ત્ર પહેરેલાં હતાં. માથાના વાળ અસ્તવ્યસ્ત હતા. બ્રહ્મદત્ત જાલિની પાસે ગયા. ‘દેવી, આટલી બધી અપ્રીતિનું કોઈ કારણ?” કારણ તમે જાણો છો, છતાં મને પૂછો છો?” જાણવા છતાં પૂછવાની મને ટેવ નથી...” “તો પછી તમારા પુત્રને, મને અજાણ રાખીને, બીજા સ્થળે કેમ રાખ્યો હતો? ત્યાં જ એનો ઉછેર કેમ કર્યો હતો? શું તમે નહોતા જાણતા કે આ પુત્ર મને દીઠ પણ નથી ગમતો..? છતાં તમે એને મારા ઘરમાં લઈ આવ્યા. શા માટે લઈ આવ્યા?' “પુત્ર નહીં ગમવાનું કોઈ કારણ તો બતાવીશ ને?”
કારણ હું નથી જાણતી, પુત્ર નથી ગમતો એ હકીકત છે. માટે કહું છું કે એ મારા ઘરમાં ના જોઈએ.'
તને નથી ગમતો, પણ મને ગમે છે.... કેવો સારો, સુંદર અને ગુણિયલ પુત્ર છે...! પૂર્વજન્મનાં અનંત પુણ્ય હોય તો આવો પુત્ર મળે...” બ્રહ્મદત્તે કહ્યું.
“તો પછી એ ભલે રહે ઘરમાં, હું આ ઘરમાં નહીં રહું. કાં એ રહેશે, કાં હું રહીશ...'
“એવો દુરાગ્રહ ના રાખ જાલિની, મને તમે બંને પ્રિય છો. બેમાંથી એકને પણ હું ઘરની બહાર કાઢી મૂકવા રાજી નથી.
“તો પછી મારો નિર્ણય સાંભળી લો, જ્યાં સુધી શિખી ઘરમાં રહેશે ત્યાં સુધી હું જળપાન પણ નહીં કરું...” બ્રહ્મદત્ત બે હાથે માથું દાબીને, હીંચકા ઉપર બેસી ગયો.
૦ ૦ ૦
ભાગ-૧ * ભવ ત્રીજો
us
For Private And Personal Use Only