________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાનુભાવ, તમારા મનોરથ શુભ છે.” બ્રહ્મદર અને પિંગલ, શિખીકુમારને લઈ, અશોકવનમાંથી બહાર નીકળ્યા. રથમાં બેસીને હવેલી તરફ ઊપડી ગયા.
૦ ૦ ૦ મહામંત્રી બ્રહ્મદત્તના સુપુત્ર શિખીકુમાર વૈરાગી બન્યા છે. તે ગૃહત્યાગ કરી જિનમતના આચાર્ય વિજયસિંહ પાસે સાધુધર્મ સ્વીકારવાના છે. આવતીકાલે રાજસભામાં મહારાજા અજિતસેન સ્વયં શિખીકુમારનું અભિવાદન કરશે, માટે સર્વે પ્રજાજનોને સમયસર રાજસભામાં આવી જવાની રાજાજ્ઞા છે.
કૌશામ્બી નગરીના રાજમાર્ગો પર અને શેરીઓમાં રાજપુરુષો ઊંચા સ્વરે, ઢોલ વગાડી-વગાડીને ઘોષણા કરવા લાગ્યા.
લોકો ઘોષણા સાંભળે છે ને આશ્ચર્યચકિત બને છે... ભિન્ન-ભિન્ન અભિપ્રાય ઉચ્ચારે છે.
રાજ્યના મંત્રી અને શિખીકુમારના નાના ઇન્દ્રશર્માએ પોતાની પુત્રી જાલિનીને કહ્યું : “બેટી, તેં રાજ્યની ઘોષણા સાંભળી?”
હા પિતાજી...” તારો પુત્ર ગૃહત્યાગ કરે છે...” સાંભળ્યું પિતાજી...' “તે સાધુધર્મ અંગીકાર કરવાનો છે...” “તે પણ સાંભળ્યું.' કાલે રાજસભામાં મહારાજા એનું અભિવાદન કરવાના છે.' ભલે કરે,” તું રાજસભામાં મારી સાથે આવીશ ને?' “ના પિતાજી, હું નહીં આવું.. મારે એનું મુખ પણ નથી જોવું..”
જાલિની, ગમે તેમ તોયે એ તારો પુત્ર છે. તને કેમ એ ગુણવાન અને રૂપવાન પુત્ર નથી ગમતો, એ હું નથી સમજી શકતો. મેં શિખીને જોયો છે. એની સાથે વાતો કરી છે. એ હંમેશાં તારા પ્રત્યે ભક્તિવાળો રહ્યો છે... હવે જ્યારે એ આવી તરુણ વયમાં... સર્વે વૈષયિક સુખોનો ત્યાગ કરી સાધુ બને છે. ત્યારે તો તારે એના પ્રત્યે હૃદયને કોમળ બનાવવું જોઈએ.”
એ નહીં બની શકે પિતાજી.. એના પ્રત્યે મારા મનમાં કોઈ લાગણી નથી, પ્રેમ નથી, વાત્સલ્ય નથી.... છે માત્ર ઘોર અભાવ.
જાલિની, લોકવ્યવહારની ખાતર પણ તારે તારા ઘરે જવું જોઈએ... પુત્રને વિદાય આપવી જોઈએ. છેવટે તું મહામંત્રીની પત્ની છે.. એમના ઘરના વ્યવહાર 838
ભાગ-૧ + ભવ ત્રીજો
For Private And Personal Use Only