________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારે કરવા જ જોઈએ.’
‘પિતાજી, જ્યારે હું આપના ઘરમાં રહેવા આવી હતી, ત્યારે જ મેં કહ્યું હતું કે મારા ઘરમાં જ્યાં સુધી મારો દુષ્ટ પુત્ર રહેશે ત્યાં સુધી હું એ ઘરમાં પગ નહીં મૂકું. આજે પણ મારો એ જ નિર્ણય છે.'
‘હવે તારો પુત્ર તારા ઘરનો ત્યાગ કરે છે...'
‘એ ચાલ્યો જાય, પછી હું ત્યાં જઈશ...'
‘એ તો ચાલ્યો જ ગયો હતો, મહામંત્રી એને પાછો લઈ આવ્યા...’
‘લઈ આવે, એમને એમનો પુત્ર, મારા કરતાંય વધારે વહાલો છે...! માટે તો, આટલાં વર્ષોમાં એ ક્યારેય મને લેવા માટે અહીં આવ્યા જ ક્યાં છે? મારા વિના એમને ચાલે છે, પુત્ર વિના નથી ચાલતું...’
તને પણ તારા પતિ વિના ચાલે છે ને? તારા હૃદયમાં તારા પતિ પ્રત્યે પ્રેમ છે ખરો? તું આત્મનિરીક્ષણ કર. આજ સુધી મેં તને ક્યારેય પણ કંઈ નથી કહ્યું, પરંતુ આજે તો હું તને કહીશ જ. કારણ કે બ્રહ્મદત્ત જેવા પ્રજાપ્રિય મહામંત્રીની તું પત્ની છે... તારા હૃદયમાં એમના પ્રત્યે પણ ક્યાં પ્રેમ છે? પુત્ર પ્રત્યે તો પ્રેમ નથી જ. પતિ પ્રત્યે પણ નથી અને, માની લે કે શિખીકુમારે દીક્ષા લઈ લીધી, પછી તું તારા ઘરે ગઈ, પરંતુ મહામંત્રીએ તને ઘરમાં પ્રવેશ ના આપ્યો તો? તું જીવનપર્યંત અહીં મારા ઘરમાં રહીશ? તો નગરમાં, સ્નેહી-સ્વજનોમાં તારી ઘોર નિંદા થશે. તું પિતૃકુળને પણ કલંકિત કરીશ....
ઇન્દ્રશર્માનો પુણ્યપ્રકોપ ફાટી નીકળ્યો.
જાલિનીની માતા શુભંકરાએ મંત્રીને શાંત પાડ્યા.
જાલિની રોતી રોતી પોતાના શયનખંડમાં ચાલી ગઈ. મંત્રી હવેલીની બહાર નીકળી ગયા. તેમનું ચિત્ત ખિન્ન થઈ ગયું હતું. જાલિની એમની પ્રિય પુત્રી હતી, છતાં એના સ્વચ્છંદી અને ક્રોધી સ્વભાવે, મંત્રીના હૃદયને દુઃખી કરી નાંખ્યું હતું. એ પોતાની જીદ છોડવા જરાય તૈયાર ન હતી.
O
કૌશાંબી એક નિરાલી નગરી હતી. એની લંબાઈ વીસ યોજન અને પહોળાઈ દસ યોજન હતી. આ નગરનાં ગગનસ્પર્શી ચાર દ્વાર હતાં, કે જે શ્વેત વર્ણનાં વાદળ જેવાં દેખાતાં હતાં. જેવી રીતે વર્ષાઋતુનાં સઘન વાદળ વિવિધ આકૃતિનાં હોય છે, તેવાં જ કૌશામ્બીનાં ભવન, પ્રાસાદ અને મંદિર હતાં. તેમાં મહારાજા અજિતસેનનો રાજપ્રાસાદ એકસો થાંભલાઓ પર આધારિત હતો. કૈલાસ જેવી એની ધવલ સુષમા હતી. રાજાએ પોતાની અભિરુચિ અને વિલાસભાવનાથી મણિ-મુક્તાઓથી મહેલને સુસજ્જિત કર્યો હતો.
શ્રી સમરાદિત્ય મહાકથા
For Private And Personal Use Only
833