________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહામંત્રી બ્રહ્મદત્ત સાથે શિખીકુમારે રાજમહેલમાં પ્રવેશ કર્યો. રાજકુળની કન્યાઓએ સુંદર સ્વાગત કર્યું. તેને અક્ષતથી વધાવ્યો. ઉપસ્થિત લોકોએ હર્ષ અને ઉલ્લાસથી જયજયકાર કર્યો.
રાજસભામાં પ્રવેશીને શિખીકુમારે મહારાજા અજિતસેનનાં ચરણોમાં પ્રણામ કર્યા. મહારાજાએ કુમારને પોતાના ઉત્સંગમાં લઈ નેહ વરસાવ્યો. તેને પોતાની પાસે બેસાડ્યો.
રાજસભામાં ગીત, વાદ્ય અને નૃત્યથી કુમારનું સ્વાગત થયું. મહારાજાએ ગંભીર નિમાં પોતાનું વક્તવ્ય શરૂ કર્યું.
“મારા પ્રિય પ્રજાજનો, કૌશામ્બીમાં આજે અદ્વિતીય પ્રસંગે ઉપસ્થિત થયો છે. મહામંત્રી બ્રહ્મદત્તનો કુલદીપક શિખીકુમાર, ગૃહવાસ ત્યજીને જિનમતનો સાધુધર્મ સ્વીકારવા તત્પર બન્યો છે... એ દુનિયાના વૈષયિક સુખોથી વિરક્ત બન્યો છે... વૈભવો તેને અસાર લાગ્યા છે. મોક્ષમાર્ગ તેને સારભૂત લાગ્યો છે. યૌવનવયમાં વિષયિક સુખોનો ત્યાગ કરવો, સામાન્ય વાત નથી. કુમારમાં રૂપ છે, ગુણ છે, યૌવન છે! એની પાસે વિપુલ સંપત્તિ છે. બધું જ છે. છતાં એને એ બધું નીરસ લાગ્યું છે... એને સાધુધર્મ જ રસપૂર્ણ લાગ્યો છે.
ખરેખર, એણે પોતાના કુળની શોભાને વિસ્તારી છે. મારા દેશની ધર્મપ્રધાન સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. હું કુમારને મારી લાખો શુભ કામનાઓ આપું છું. ‘કુમાર, તું સિંહની જેમ સાધુધર્મ સ્વીકારે છે, સિંહની જેમ એનું પાલન કરજે. તારો આત્મા પરમાત્મા સ્વરૂપે પ્રાપ્ત કરી. પૂર્ણ સુખ અને પૂર્ણાનંદ પ્રાપ્ત કરો...”
મહારાજાએ પોતાના ગળામાંથી નવ માણેકનો હાર કાઢી કુમારના ગળામાં આરોપિત કરી ધો. કુમારે ઊભા થઈને મહારાજાને પ્રણામ કરી, પોતાનું સંક્ષિપ્ત વક્તવ્ય શરૂ કર્યું :
પ્રવત્સલ મહારાજા અને કૌશામ્બીની ગુણિયલ પ્રજા, અશોકવનમાં બિરાજમાન મહાનજ્ઞાની આચાર્યશ્રી વિજયસિંહનો મને પારસસ્પર્શ મળ્યો અને લોહવતુ મારું આત્મદ્રવ્ય સુવર્ણમાં પરિણત થયું. બધો જ ઉપકાર ગુરુદેવનો છે. મહારાજાની અમારા કુળ પર કૃપા છે... અનંત ઉપકાર છે. મારા માટે તેઓ પિતાતુલ્ય છે... તેઓની શુભ કામનાઓ મને મળી... હું ધન્ય બન્યો.
જિનભાષિત સાધુધર્મ જ આત્માનું હિત કરી શકે એમ છે. માટે તમે સહુ જિનવચનોને આત્મસાત્ કરી કલ્યાણપરંપરાને પ્રાપ્ત કરો, એ જ શુભકામના છે.”
પછી અનેકોએ કુમારને અભિનંદનોની વર્ષોથી ભીંજવી દીધો.
838
ભાગ-૧ $ ભવ ત્રીજો
For Private And Personal Use Only