________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યાદ નથી આવતું. કોઈ પહેલાનું વેર હોય અને લાગ જોઈને એને ધીબી નાંખ્યો હોય... તો સમજાય કે એણે વેરનો બદલો લીધો હતો. પરંતુ વિભાવસુએ મને ક્યારેય પણ ઊષદત્ત ધોબી સાથેના અણબનાવની વાત કરી ન હતી... બાકી, અમે એટલા બધા અંગત મિત્રો હતા કે એકબીજાથી કોઈપણ વાત છુપાવતા ન હતા.
હા, જ્યારે વિભાવસુએ ધોબી યુવાનોને એ ચોકમાં રોક્યા અને એમનો તિરસ્કાર કર્યો, ત્યારે બધા ધોબી યુવાનો તરફથી જવાબ ઊષદત્તે આપ્યો હતો. તે પણ નમ્ર રાબ્દોમાં. વિભાવસુને એ નહીં ગમ્યું હોય કે ગમે તે હોય, એણે તીવ્ર રોષથી ન બોલવાના ગંદા શબ્દો બોલી નાંખ્યા હતા... અને હદ વિનાની ક્રૂરતા આચરી હતી.
પોતાની ઉચ્ચ જાતિનું અભિમાન કરીને ધોબીઓની નીચ જાતિનો તિરસ્કાર કરીને એણે કેવું ભયંકર ‘નીચગોત્રકર્મ’ બાંધ્યું? ‘નીચગોત્રકર્મ'ની સાથે સાથે દુર્ભાગ્ય નામકર્મ, અપયશ નામકર્મ, અનાદેય નામકર્મ, દુઃસ્વર નામકર્મ, અંતરાય કર્મ... વગેરે અનેક પાપકર્મો બાંધી લીધાં... એ કર્મો... હજારો જન્મ સુધી એને કેવાં ઘોર દુઃખ આપશે?
એ ઘોર દુઃખો એને ઊષદત્ત ધોબીના ઘરમાં જ ભોગવવાં પડશે! જેનો એણે ભયાનક તિરસ્કાર કર્યો છે, જેને અતિશય માર્યો છે... એના જ હાથે, એના જ દ્વારે એનો તીવ્ર તિરસ્કાર થશે... મરણતોલ માર પડશે...
વિભાવસુએ તો બે-ચાર ઘટિકા સુધી ઊષદત્તને સતાવ્યો હતો, માર્યો હતો... જ્યારે ઊયદત્ત દ્વારા એ કેટલાયે જન્મો... કેટલાય ભવો સુધી માર ખાશે... સત્તાવાશે... કદર્શના પામશે....? આ કૂતરાના જન્મથી એ પ્રતિક્રિયાનો... પ્રતિશોધનો પ્રારંભ થઈ
ગયો...
કેવું સડેલું શરીર...? કેવું ભૂખ અને તરસનું દુઃખ?
ત્યાંથી મરીને ગધેડો બનશે... ત્યાંય દુઃખ અને ત્રાસ... ત્યાંથી મરીને ચંડાળનો જન્મ પામશે, તેય નપુંસકનો જન્મ... ત્યાંથી મરીને એ ચંડાળની છોકરી બનશે, સર્પ કરડશે... મરીને એ ધોબીની દાસીનો જન્માંધ નપુંસક પુત્ર બનશે. બળી મરીને, એ જ દાસીની છોકરી થશે...
હાથી કચરી નાંખશે, મરીને ધોબણના પેટે પુત્રીરૂપે જનમશે, પ્રસૂતિમાં જ મરી જશે અને પુનઃ ધોબણના પેટે પુત્રરૂપે જનમશે...
શત્રુના હાથે નદીમાં ડૂબશે... મરશે... ત્યારે પેલા ‘નીચગોત્ર' કર્મનો અંત આવશે... નીચગોત્ર કર્મ અને તેની સાથેનાં બીજાં પાપકર્મો ભોગવાઈ જશે...
શ્રી સમરાદિત્ય મહાકા
For Private And Personal Use Only
૧૩