________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
1
/
આચાર્યશ્રી વિજયસેનના મુખે તેમના મિત્ર વિભાવસુની દુઃખપૂર્ણ, ત્રાસપૂર્ણ અને વેદનાપૂર્ણ ભવપરંપરાને સાંભળી, મહારાજા ગુણસેનનું અંતઃકરણ હચમચી ગયું હતું. એમની આંખોમાં વેદના તરી આવી હતી.
આચાર્યશ્રી વિજયસેને પોતાની આત્મકથાનું છેલ્લું પ્રકરણ કહેવાનું શરૂ કર્યું :
હું મહેલમાં આવ્યો. પરિચારકે આવીને કહ્યું : “ભોજનનો સમય થઈ ગયો છે. ભોજન માટે પધા.’ મેં એને કહી દીધું : “આજે હું ભોજન નહીં કરું. મને ભૂખ નથી.” ખરેખર, મારી ભૂખ મરી ગઈ હતી. મારી આંખો સામે સડેલા શરીરવાળા એ કૂતરાની રોતી આંખો.... અને દયામણો ચહેરો તરવરતો હતો. એ ચહેરામાં હું વિભાવનો અતિ ક્રૂર ચહેરો જોતો હતો.... કે જ્યારે એણે નગરના ચોકમાં ઊષદત્ત ધોબીને જરાય દયા વિના ઢોરમાર માર્યો હતો. એ વખતની એની રૌદ્ર મુખાકૃતિ દેખાતી હતી.
એ ક્રૂરતાપૂર્ણ ઘટનાનો હું સાક્ષી હતો. જ્યાં સુધી વિભાવસુએ એ ધોબી-જવાનોનો કટુવચનોથી તિરસ્કાર કર્યો હતો ત્યાં સુધી મને કંઈ ખોટું લાગ્યું ન હતું. પરંતુ એણે ઊષદત્તને દોરડાથી બંધાવીને મારવા માંડ્યો હતો... એ મને નહોતું ગમ્યું. મેં એને મારતાં રોક્યો ન હતો.... અથવા રોકી શક્યો ન હતો... મારે એને રોકવો જોઈતો હતો... કેમ ના રોકી શક્યો? એના પ્રત્યે મારો પ્રગાઢ રાગ હતો માટે?
ખરેખર તો એ જ વખતે મારે એને રોકવો જોઈતો હતો કે જ્યારે એ ધોબીયુવાનોના ટોળાને ગાળો દેતો હતો. રાજમાર્ગ પરથી પસાર થવાનો સહુને અધિકાર હોય છે, પછી એ ધોબી હોય કે ચમાર હોય. વળી, એ તો વસંત-ઉત્સવના દિવસો હતા... એ બધા પણ યુવાનો હતા. ગાતા અને નાચતા જતા એ યુવાનોને ધ્યાન ન રહે કે “આ ચોકમાં રાજ કુમારની ટોળી નાચી રહી છે..” સ્વાભાવિક છે... એમાં વિભાવસને ગુસ્સો કરવાની કે એ યુવાનોનો તિરસ્કાર કરવાની જરૂર જ ન હતી. હા, એ ધોબી યુવાનોએ અમારી ટોળીને કોઈ અડપલું કર્યું હોત કે તેઓ ખરાબ શબ્દો બોલ્યા હોત.. અને વિભાવસુએ એમને સજા કરી હોત તો... મને ખોટું ના લાગત... પરંતુ એવું તો કંઈ જ ન હતું. વિભાવસુને તો એ ધોબી-યુવાનોને.. તેમાંય ઊષદત્ત ધોબીને જોતાં જ ખુન્નસ ચઢી ગયું હતું....
મને હજુ પણ, ઊષદત્ત ધોબી પ્રત્યેના વિભાવસુના ઘોર તિરસ્કારનું કોઈ કારણ ૧૨૨
ભાગ-૧ ( ભવ પહેલો
---
-
----
-
----
---
-
-
For Private And Personal Use Only