________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એક દિવસ કિરાત નદીના કિનારે રમતો હશે.. ત્યારે ઊષદત્ત ધોબીનો એક દુશ્મન એ છોકરાને પકડશે. એના ગળે મોટો પથ્થર બાંધશે અને એને નદીના ઊંડા પ્રવાહમાં ફેંકી દેશે... એનું મૃત્યુ થશે.
કેવળજ્ઞાની મુનિવરે મને કહ્યું: ‘કુમાર, તારા મિત્રે જાતિમદ કરીને જે નીચગોત્રકર્મ' બાંધ્યું છે. તે કર્મ ત્યારે સંપૂર્ણ ભોગવાઈ જશે... એને ઊષદત્ત ધોબીના ઘરમાં જન્મવું નહીં પડે.. કે એવી નીચ યોનિઓમાં ભટકવું નહીં પડે.
કુમાર, તારા મિત્રનો આત્મા “ભવ્ય' છે. મોક્ષગામી છે. જો કે હજુ એના આત્મામાં બોધિ-બીજ વવાયું નથી.'
મેં પૂછ્યું : “ભગવંત, એ છોકરાને, એના પિતાનો શત્રુ નદીના ધરામાં ડુબાડી દેશે, તેનું મૃત્યુ થશે, પછી એ ક્યાં જનમશે?”
કેવળજ્ઞાની ભગવંતે કહ્યું : “તે દેવગતિમાં ઉત્પન્ન થશે! “વાણવ્યંતર' નામની દેવયોનિમાં એ દેવ થશે.
એ દેવ એક વાર “આનંદ” નામના તીર્થકર ભગવંતની ઘર્મદેશના સાંભળવા જશે, એ ધર્મદેશના સાંભળતાં સાંભળતાં એને બોધિની પ્રાપ્તિ થશે. એના આત્મામાં શ્રદ્ધાનું બીજ વવાઈ જશે.
તે પછી એ દેવનું આયુષ્ય પૂર્ણ કરીને, મનુષ્ય ગતિમાં જન્મશે, પાછો પશુયોનિમાં અને નરકમાંય જશે.... ચાર ગતિમાં જન્મ અને મૃત્યુ કરતો હજારો ભવ સંસારમાં ભટકશે.
છેવટે તેની મુક્તિ આ જ ગંધાર દેશની ભૂમિ પર થશે. તે આ ગંધાર દેશનો રાજા બનશે. સંસાર-સુખો પ્રત્યે વિરક્ત બનશે. અમરતેજ' નામના વિદ્યાધર-મુનિવર પાસે દીક્ષા લેશે. ઘોર, વીર અને ઉગ્ર તપશ્ચર્યા કરશે, સર્વ કર્મોનો ક્ષય કરી, મુક્તિ પામશે....'
કેવળજ્ઞાની મુનિવરોને વંદના કરી, હૃદયમાં તીવ્ર વૈરાગ્યને ભરી હું નગરમાં આવ્યો. કેવળજ્ઞાની મુનિવરો ત્યાંથી વિહાર કરી ગયા.
એક છે કે
શ્રી સમરાદિત્ય મહાકથા
૧
For Private And Personal Use Only