________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. ઈશ્વરને ગમે તે કરે. આ વિશ્વ ઈશ્વરની લીલા છે. ગહન છે એની લીલા. નથી સમજાતી એની લીલા... શું કરું? ના, હવે કંઈ કરવું નથી. માત્ર જાણવું છે ને જોયા કરવું છે, માત્ર જ્ઞાતા ને દ્રષ્ટ્રા બનવું છે.
ભલે મેં ગૃહવાસ ત્યજ્યો, ગૃહકાર્યોનો ત્યાગ કર્યો. પરંતુ આ તપોવન પણ પ્રવૃત્તિમાર્ગ જ છે ને? જો કે આ પ્રવૃત્તિ શુભ છે. પ્રશસ્ત છે. છતાં પ્રવૃત્તિમાં વન્દ્ર તો જન્મ જ. મેં એ દ્વન્દ્રોનો પરહિતની પ્રવૃત્તિમાં થોડાં અનિષ્ટો તો આવે જ, હોય જ.” એમ સમજીને સ્વીકાર કરી લીધો. તાપસી પણ છેવટે તો માણસ જ છે ને? માનવસહજ દોષો જન્મે, પરંતુ તપોભૂમિમાં એ દોષો વિકસે નહીં. પ્રેરણાથી, સ્વાધ્યાયથી અને ઈશ્વર-પ્રણિધાન આદિ ઉપાયોથી એ દોષોનું નિરાકરણ કરતો રહ્યો છું. અનેક તાપસીના આત્મકલ્યાણમાં હું સાક્ષી રહ્યો છું. જ્યારે પતિતમાંથી પાવન બનેલા આત્માઓને આ તપોવનમાં જોઉં છું. મારા આત્માને કેટલો બધો પરિતોષ થાય છે!
પરંતુ આ અગ્નિશર્મા. દુર્ગતિની ઊંડી ખીણના કિનારે ઊભો છે. અડગ ઊભો છે.. જરાય પાછો હટતો નથી. હું એને કલ્પનાથી એ ખીણમાં ગબડતો જોઉં છું... ત્યાંની ઘોર વેદનાઓ સહતો જોઉં છું... મારો આત્મા કકળી ઊઠે છે. શું કરું? કેવી રીતે બચાવું એને? - ના, એને બચાવનારો કોણ? ઈશ્વર જ એને બચાવી શકે. ઓ પ્રભુ, તું જ એના પર દયા કર. તું દયામય છે.... તું કરુણાનિધાન છે. તું એ મહાનુભાવને બચાવી લે.... દુર્ગતિમાં પડવા તૈયાર થયેલા એ તપસ્વીનો હાથ પકડી લે...
મૃત્યુ પૂર્વે જો એ ઉપશાન્ત થઈ જાય, તો જ એ દુર્ગતિથી બચી શકે અને મને લાગે છે કે હવે એનો અંતકાળ નિકટ છે. દેહનું પિંજરું. અહીં પડયું રહેશે ને આતમપંખી ઊડી જશે.. જીવન પૂરું થઈ જશે...
હ, એની પાસે છેલ્લી વાર જાઉં... અંતકાળે એની પાસે રહું... પરમાત્માનું નામ સંભળાવ્યા કરું... કદાચ ઉપશાંત થઈ જાય...'
કુલપતિને બોલાવવા આવેલા બે તાપસકુમારો કુલપતિની પર્ણકુટીના દ્વારે જ ઊભા રહી ગયા હતા. ગહન વિચારમાં ડૂબેલા કુલપતિને જોઈને, તેઓ મૌન રહ્યા હતા. કુલપતિની દૃષ્ટિ દ્વાર પર ગઈ. તેમણે તાપસકુમારોને નતમસ્તકે ઊભેલા જોયા. તેમણે પૂછ્યું : “વત્સ, તમારા આગમનનું પ્રયોજન?'
ગુરુદેવ, મહાતપસ્વી અગ્નિશર્મા અતિ અસ્વસ્થ છે. સ્થવિર તાપસ ઇચ્છે છે કે આપ ત્યાં પધારો.'
કુલપતિએ ઉત્તરીય કાષાય વસ્ત્ર શરીર પર વીંટાળ્યું અને એ સુકોમળ બાલતાપસોના હાથ પકડી પર્ણકુટીની બહાર નીકળ્યા. અનેક તાપસી ત્વરાથી આમ્રકુંજ તરફ જતા 999
ભાગ-૧ ૮ ભવ પહેલો
For Private And Personal Use Only