________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મિત્ર પર સમાન ભાવ રાખો. હવે જીવનનો અંત નિકટ છે. દેહના નારા સાથે રાગદ્વેષનો નાશ થશે તો આપની મુક્તિ થશે.”
અત્યંત ક્ષીણ સ્વરે અગ્નિશર્મા બોલ્યો : “મારો કોઈ શત્રુ નથી... સર્વ જીવો મારા મિત્ર છે, એક માત્ર ગુણસેન સિવાય.'
બીજા એક યુવાન તાપસે કહ્યું : “મહાત્મનું, ગુણસેનના અપરાધોને ભૂલી જાઓ, સર્વ નામ અને સર્વ રૂ૫ ભૂલી જાઓ, કોણ ગુણસેન ને કોણ અગ્નિશર્મા...? નામ માત્રનો નાશ છે. રૂપ માત્રનો નાશ છે..”
ના, ના, એ પાપીનું નામ ના લેશો. એ મારો શત્રુ છે. એને તો હું ભવોભવ મારીશ... એના વિના મને શાન્તિ નહીં મળે.'
મહાત્મનું, આત્મા તો શાશ્વત્ છે. એને મારી શકાતો નથી. આત્મા મરતો નથી. તમે કેવી રીતે મારશો એને?”
હું ગુણસેનને મારીશ. એનું જે રૂપ હશે તેને મારીશ, કચડી નાંખીશ... બાળી નાંખીશ. આ સંકલ્પ કર્યો છે. તમે મને એ સંકલ્પથી ડગાવી નહીં શકો...'
તાપસો એકબીજાનાં મોઢાં જોતા બેસી રહ્યા...
ઉપરવાસની પહાડીઓમાં વરસાદ થયો છે. નદી બે કાંઠે વહે છે. તપોવનનાં વૃક્ષો સ્નાન કરી ઉજ્જવલ બન્યાં છે.
તાપસો નદીકિનારે બેસી સ્નાન કરી. વિશુદ્ધ કાષાયી વસ્ત્રો ધારણ કરી, મસ્તકે ચંદનનાં તિલક કરી પ્રભાતિક સંધ્યા કરવામાં નિરત છે. એ વખતે કુલપતિ આચાર્ય કૌડિન્ય, પોતાની પર્ણકુટિમાં એકલા બેઠા.... વિચારોની વ્યથામાં ડૂબેલા છે.
“જ્યારથી આ મહાનુભાવ અગ્નિશર્મા તપોવનમાં આવ્યો છે, હું એની સંભાળ લઈ રહ્યો છું. એને તાપસી દીક્ષા આપી છે ત્યારથી એણે ઘોર તપશ્ચર્યા આરંભેલી છે. લાખો વર્ષ વીતી ગયાં. એકસરખી તપ-સાધના ચાલી રહી હતી... અને અચાનક વિશ્ન આવ્યું.... ભક્તિના રૂપમાં વિઘ્ન આવ્યું. મહારાજા ગુણસેનનું તપોવનમાં આવવું... અને આ સ્થિતિનું નિર્માણ થયું... શું અગ્નિશર્માની આ નિયતિ હશે? મારી દીક્ષાશિક્ષાનું આ પરિણામ? આણે ક્ષમા આદિ ગુણો ખોઈ નાંખ્યા છે. ક્રોધાદિ કષાયોને પરવશ થઈ ગયો છે. ઘણો સમજાવ્યો. છતાં એ સમજતો નથી. ગુણસેન પ્રત્યેની વેરભાવના દૂર થતી નથી. શું થશે એનું? હું એને દુર્ગતિમાં જતો અટકાવી શકીશ નહીં? તો શું મારો આ બધા પુરુષાર્થ વ્યર્થ જશે?'
ના, ના, મેં ક્યા પુરુષાર્થ કર્યો છે? મારી કર્તુત્વની ભાવના જ મિથ્યા છે. “નાડ૬ વર્તા.. વારયિતા '. હું કર્તા નથી કે કાર્યનો પ્રેરક પણ નથી. બધું ઈશ્વર કરે શ્રી સમરાદિત્ય મહાકથા
૧૫
For Private And Personal Use Only