________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હતા. કુલપતિએ પણ ત્વરા કરી, તેઓ શીઘ્ર અગ્નિશર્મા પાસે પહોંચ્યા.
પાષાણ-ખંડ પર અગ્નિશર્મા સૂતેલો હતો. ચારે બાજુ તાપસો બેસી ગયા હતા. સમૂહમાં ઈશ્વર-નામનું ગાન કરી રહ્યા હતા. કુલપતિ જતાં સહુ તાપસો ઊભા થયા. કુલપતિને પ્રણામ કર્યા. કુલપતિ અગ્નિશર્માની પાસે જ એક કંબલ પર બેઠા. તાપસોએ પુનઃ ઇશ્વરનામનું ગાન ચાલું કર્યું.
કુલપતિએ અગ્નિશર્માના માથે, છાતી પર અને પગ પર હાથ ફેરવ્યો. ફે૨વતા રહ્યા. શરીર ઠંડું પડતું જતું હતું. આંખોમાંથી લાલાશ ઓછી થતી જતી હતી. મુખ ૫૨થી ઉગ્રતા ઘટતી જતી હતી. થોડી થોડી સૌમ્યતા છવાતી જતી હતી. કુલપતિ અવલોકન કરી રહ્યા હતા. તાપસો ઈશ્વરનામનું ગાન કરી રહ્યા હતા. ઈશ્વરનામનો મધુર. ગંભીર ધ્વનિ વાતાવરણને નિર્મળ અને પ્રશાન્ત બનાવી રહ્યો હતો. કુલપતિનું હૃદય કંઈક સંતોષ... કંઈક રાહત... કંઈક હર્ષ અનુભવી રહ્યું હતું.
‘જો આ મહાનુભાવ, ઉપશાંત ભાવમાં પ્રાણોનો ત્યાગ કરી જાય તો... એની સદ્ગતિ થાય, એની ઊર્ધ્વગતિ થાય...’
દિવસનો પ્રથમ પ્રહર પૂરો થવાની તૈયારીમાં હતો... અગ્નિશર્માનું શરીર નિશ્ચલ બનતું જતું હતું. શ્વાસોચ્છ્વાસ મંદ થતા જતા હતા... તેનું મન શાન્ત... ઉપશાન્ત થયું હતું... તેની આંખો ખુલ્લી હતી. અને તેનું મસ્તક એક તરફ ઢળી પડ્યું હતું.
પ્રાણપંખેરું ઊડી ગયું.
કુલપતિએ ઊભા થઈ ઘોષિત કર્યું : ‘શાન્ત થાઓ. મહાતપસ્વી અગ્નિશર્માએ પરલોકગમન કર્યું છે. એના આત્માને શાન્તિ મળો.
ૐ શાન્તિ... ૐ શાન્તિ... ૐ શાન્તિ...
અગ્નિશર્માનો આત્મા, ‘વિદ્યુતકુમાર’ નામના વ્યંતર-દેવલોકમાં ઉત્પન્ન થાય છે. કારણ કે તેણે, જ્યારે તે શુભ ભાવમાં હતો... ગુણસેન રાજા પર દ્વેષ નહોતો જાગ્યો, ત્યારે ‘દેવગતિ’નું આયુષ્યકર્મ બાંધી લીધું હતું.
દેવગતિમાં જવાનું આયુષ્યકર્મ જે જીવે બાંધેલું હોય, તેના મૃત્યુ સમયે કષાયો ઉપશાન્ત થાય. મનમાં સારા ભાવ જાગે... આ એક સર્વજ્ઞકથિત સત્ય છે.
પરંતુ એનો અર્થ એ નથી કે એ મનુષ્યે કરેલાં પાપો, કરેલા તીવ્ર કષાયોનાં ફળ... એને નહીં ભોગવવાં પડે! દેવગતિનું આયુષ્ય પૂરું થયા પછી... બીજા ભવોમાં કટુ ફળ ભોગવવાં જ પડશે.
દેવોને જન્મથી જ ‘અવધિજ્ઞાન’ હોય છે. તે જ્ઞાનથી તે દૂર દૂરનું જોઈ શકે છે અને ભૂતકાળ તથા ભવિષ્યકાળને અમુક મર્યાદામાં જાણી શકે છે...
શ્રી સમરાદિત્ય મહાકથી
For Private And Personal Use Only
ᎦᏯ